________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૩૭
ટબો :- जो कहस्यो मायानाश अधिको भाव नथी, अधिकरणस्वरूपज छइ, तो प्रथम विभावरूप आत्मा ते शुद्धरूप थइ जाइ, जे माटइं ते आत्मामाहिं मायिकभावनो अत्यन्ताभाव छइ । शुद्धरूप ज्ञानइ ज जो शुद्ध थाइ, तो समल भाजनादिक पणि निर्मलताज्ञानई ज निर्मल थयुं जोइइ ।
रत्नादिकन जिम शुद्धि - अशुद्धि उपाय - उपाधि कहो छो तिम आत्मानइं परिणामविशेषइ जाणो । ऐसी कुबुद्धि जे पुद्गलद्रव्यनइं परिणामहं शुद्धि - अशुद्धि कहो छो, अनइ आत्मानइ तिम नथी હતા | |
વિવેચન :- હવે જો એમ કહેશો કે માયાનો નાશ જે થાય છે તેમાં જીવમાં કંઈ અધિક વસ્તુ થતી નથી. આ આત્મા માયાના અધિકરણસ્વરૂપ છે. માયાથી ભરેલો છે. તે માયાનો નાશ થાય એટલે જે આત્મા પ્રથમ વિભાવરૂપ હતો તે જ હવે શુદ્ધરૂપે બને છે એટલે કે આ આત્માની પ્રથમ જે માયાથી યુક્ત માયોપહિત (માયાથી દબાયેલી) એવી જે વિભાવદશા હતી. અર્થાત્ અશુદ્ધદશા હતી. તે હવે શુદ્ધરૂપે બની જાય છે. એટલે કે આ આત્મા વિભાવદશાનું=અશુદ્ધદશાનું જે અધિકરણ છે તે જ આત્મા હવે શુદ્ધ દશાનું અધિકરણ બને છે જે માટે આ આત્મામાં માયાથી યુક્ત એવી જે આધેયરૂપ દશા હતી તેનો અત્યન્ત અભાવ થાય છે. પણ આત્મામાં કંઇ ફેરફાર થતો નથી આમ સિદ્ધ થશે.પણ આત્મા તો નિર્વિકારી જ રહે છે.
આમ માયાથી યુક્ત આત્માનો નાશ થઈને માયારહિત શુદ્ધ આત્માનો પ્રગટભાવ થાય છે આવું કહેશો તો આત્મામાં ફૂટસ્થનિત્યપણું રહેતું નથી. કારણ કે જે આત્મા પહેલાં માયાથી ઘેરાયેલો હતો તે જ આત્મા માયારહિત બનવાથી શુદ્ધ બન્યો. આ રીતે આત્મામાં પરિવર્તન થયું. માટે કચિત્ અનિત્યપણું પણ આવ્યું જ.