________________
૨૮
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આત્મપ્રદેશોની હાનિ-વૃદ્ધિ થતી નથી. નિયત સંખ્યા જ છે, તેમ સર્વે પણ આત્મામાં સત્તાગત જ્ઞાનગુણ સમાન જ છે. હાનિ-વૃદ્ધિ હોતી નથી. આ રીતે ભવ સંબંધી પર્યાયોના કારણે આચ્છાદાનભૂત કર્મોના ઉદય અને ક્ષયોપશમના કારણે જ્ઞાનગુણના ઉઘાડમાં અવશ્ય હાનિ-વૃદ્ધિ થાય જ છે. સત્તાગત જ્ઞાન ગુણ સમાન હોય છે. જો આ પ્રમાણે નહીં માનો તો લોકવ્યવહાર સંગત થશે નહીં.
એકેન્દ્રિય આદિ ભવો કર્મજન્ય છે. તેમ જ્ઞાનગુણનો આવિર્ભાવતિરોભાવ પણ કર્મજન્ય છે. તેની હાનિ-વૃદ્ધિ થાય છે. મૂલ આત્માના પ્રદેશો નિયત છે. તેમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, તેમ સત્તાગત જ્ઞાનગુણમાં ક્યારેય હાનિ-વૃદ્ધિ થતી નથી. જેમ સિદ્ધ પરમાત્માના આત્મામાં જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થતી નથી.
જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ કર્મમય આવરણના ઉદય અને ક્ષયોપશમના કારણે છે. પારમાર્થિકપણે સત્તાગત રીતે હાનિ-વદ્ધિ નથી. આ રીતે આવિર્ભાવપણે જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થવા રૂપ ઉપાદેયમાં (કાર્યમાં) એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-પંચેન્દ્રિય સ્વરૂપે આત્માની ઉપાદાનકારણતા માનવી જોઈએ. જો આમ નહીં માનો તો લોકવ્યવહાર સંગત થશે નહીં. (૧૧).
અવતરણ - જ્ઞાનાદિક ગુણોનું ઉપાદાન કારણ શરીર નથી, પણ આત્મદ્રવ્ય છે. આ વાત વધુ સ્પષ્ટ કરે છે. પ્રજ્ઞાદિક-વિતી સરખી નહીં, યુગલજાત નરનઈ પણિ સહી તો કિમ તે કાયા પરિણામ?, જુઓ તેહમાં આતમરામ વિશા
ગાથાર્થ - એકસાથે જન્મેલા બે બાળકોમાં પણ પ્રજ્ઞાદિકની સ્થિતિ સરખી હોતી નથી, તો તે ચેતના કાયાનો પરિણામ છે. આમ કેમ કહેવાય ? એક જ માતા-પિતાથી એકીસાથે ઉત્પન્ન થયેલા બે બાળકોમાં