________________
४४
સમ્યક્ત જસ્થાન ચઉપઈ माटई नित्य आत्मा मानिइं तिवारइं आत्मा उपरि स्नेह होइं, स्नेहइं-सुखनो राग अनइं दुःखनो द्वेष थाई, तेहथी तेहना साधननो राग-द्वेष थाइं । इम करतां रागद्वेषवासना धारा निरंतर बंधिइं, तिवारइं कर्मबंधनो अंत न होइ, ते माटई क्षणिक ज आत्मा मानवो ૨૮.
વિવેચન :- તે ક્ષણિકવાદી બૌદ્ધનું કથન આ પ્રમાણે છે - “અતિશચ અનુપમ એવી જે ક્ષણસંતતિ છે તે ક્ષણસંતતિ સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાન જ આત્મા છે.” અર્થાત્ ક્ષણે ક્ષણે હાનિ-વૃદ્ધિ પામતી અને પ્રતિસમયે બદલાતી એવી ક્ષણપરંપરાસ્વરૂપે જે જ્ઞાનધારા ચાલે છે તે જ આત્મા છે. તેના વિના ધ્રુવ અને સદા સ્થિરભાવી આત્મા જેવું કોઈ દ્રવ્ય નથી. તે બૌદ્ધનો મત આ પ્રમાણે છે -
પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપાદાન કારણભૂત જે આલયવિજ્ઞાન છે તે જ આત્મા છે” અર્થાત્ પ્રવૃત્તિવિજ્ઞાન એ કાર્યભૂત છે અને તેના ઉપાદાન કારણભૂત જે આલયવિજ્ઞાન છે એ જ આત્મા છે. સારાંશ કે આલયવિજ્ઞાન એ આત્મા છે અને તેમાંથી શુભાશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવા સ્વરૂપ જે પ્રવૃત્તિવિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રવૃત્તિવિજ્ઞાન એ આલયવિજ્ઞાનનું કાર્ય છે. આલયવિજ્ઞાન એ ક્ષણિક છે અને એ જ આત્મા છે. પણ ધ્રુવ નિત્ય એવું આત્મદ્રવ્ય જેવું કોઈ તત્ત્વ નથી.
આ નીલ છે, આ પીત છે, આ શ્વેત છે ઈત્યાદિ નીલ-પીતાદિના વિષયવાળું જે જ્ઞાન થાય છે તે ઉપાદેય છે. અને તેના કારણભૂત “આલયવિજ્ઞાન” નામનું જે ઉપાદાનકારણ છે તે જ્ઞાન જ આત્મા છે. આમ જ્ઞાનગુણ એ જ આત્મા છે. પરંતુ આત્મા નામનું ધ્રુવ-નિત્ય દ્રવ્ય કોઈ નથી. આમ બૌદ્ધદર્શનનું કથન છે. તેઓનું કહેવું છે કે - જો બરાબર પરમાર્થથી જોઈશું તો ક્ષણે ક્ષણે જે બદલાતી વિજ્ઞાનધારા થાય છે તે વિજ્ઞાનધારારૂપ જ્ઞાનક્ષણ જ આત્મા છે પરંતુ સ્વતંત્ર “આત્મા”