________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
મરનાર જીવ પોતાના ક્ષણિકપણાથી જ મૃત્યુ પામતો હોય તો મારનારને હિંસાનો દોષ કેમ લાગે ? હવે જો હિંસા કરનારને હિંસાનો દોષ જ ન લાગતો હોય અને મરનાર પ્રાણી પોતાના ક્ષણિકપણાથી જ મૃત્યુ પામતો હોય તો હિંસકને દોષિત મનાશે જ નહીં અને હિંસામાં પાપ કહેવાશે જ નહીં આ પ્રમાણે માનવાથી જગતમાં ઘણી અવ્યવસ્થા જ થઈ જશે. તમને પોતાને કોઈ મારવા આવે તો પણ તમારે બચાવ કરવાનો રહેશે જ નહીં.
૭૦
“આ પારધીએ આ હરણને માર્યું” આમ કેમ કહેવાશે ? હરણ ક્ષણિક હોવાથી જ સ્વયં મરવાનું જ હતું. પારધીએ કશું જ કર્યું નથી. આમ અર્થ થશે. સર્વે પણ જીવો ક્ષણમાત્ર રહેવાના સ્વભાવ વાળા જ હોવાથી ક્ષણે ક્ષણે સ્વયં જ મરે છે. કોઈ કોઈને મારતું નથી. આવો જ અર્થ થશે. કોઈ કોઈની હિંસા કરતું જ નથી. આમ જ અર્થ થશે. હવે જો હિંસા ન થતી હોય તો અહિંસા પાળવાની કે સમજાવવાની રહેતી જ નથી. તથા જો આ જીવ વડે હિંસા-અહિંસા ન થતી હોય તો અહિંસાનાં પોષક સત્ય=અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઈત્યાદિ વ્રતો પણ કેમ રહેશે ? શાસ્ત્રકારોએ આવાં વ્રતો કેમ બતાવ્યાં ? આ પ્રશ્ન જ રહેશે.
જો સર્વે પણ જીવો ક્ષણિક જ માત્ર હોય તો બધા જ જીવો ક્ષણે ક્ષણે મૃત્યુ જ પામવાના થયા. તો સત્યાદિ ચારે વ્રતો અહિંસાની વાડરૂપ છે, અહિંસાનાં પાલક-પોષક છે. આમ જે શાસ્ત્રોમાં કહ્યું છે તે ક્યાં રહ્યું ? શાસ્ત્રોની સર્વે પણ વાત લોપાઈ જાય અને જગતના વ્યવહારનો પણ વિરોધ જ આવે. માટે “સર્વે પણ જીવો ક્ષણવિનાશી છે” આવા પ્રકારની બૌદ્ધદર્શનની વાત સાચી નથી. સર્વથા ખોટી છે.
जो इम कहस्यो मृग मारिओ तिवारइं " मृगनो सदृशक्षणारंभ टल्यो. विसदृशक्षणारंभ थयो. तेहनुं निमित्तकारण आहेडीप्रमुख हिंसक कहिइं” तो ते बुद्धनई कहि-ताहरु मन पणि हिंसाथी
''