________________
સમ્યત્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૦૭ થાય જ નહીં. માટે સદા અબદ્ધ અને મુક્ત જ છે હું બંધાયેલો છું આવું સમજવું તે જ મોટો ભ્રમમાત્રજ છે.
જેમ ગળામાં સોનાના અછોડાવાળી કોઈ વ્યક્તિ મારો અછોડો ખોવાયો છે આવું ભ્રમથી માને તેના જેવું છે. ગળામાં પોતાનો અછોડો હોવા છતાં પણ જેને તેનું ભાન નથી, પણ મારો અછોડો ખોવાયો જ છે. આવું જે માને છે તેને જ એમ થાય છે કે મારો અછોડો ખોવાયો છે અને તે બધે શોધે પણ છે. શોધવા ઘણો પ્રયત્ન પણ કરે છે તેની જેમ આ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને કર્મોથી અબદ્ધ છે છતાં અબદ્ધ એવા આ બ્રહ્મને (આત્માને) બદ્ધસ્વરૂપવાળો માનીને આવા પ્રકારના મિથ્યાજ્ઞાનના કારણે તેનાં બંધનાદિને તોડવા-દૂર કરવા આ જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે. આમ અબદ્ધને બદ્ધ માનવાની ભ્રાન્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી આ જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે જ્યારે તેને સાચું તત્ત્વ સમજાય છે કે આ આત્મા તો બ્રહ્મસ્વરૂપ છે અને બ્રહ્મ ક્યારેય કર્મોથી બંધાતો નથી. તો તેને તોડવાનો પ્રયત્ન કરવાનો હોતો જ નથી. ધર્મ કરવાની જરૂર જ નથી. આ આત્મારૂપ બ્રહ્મા સદા અબદ્ધ જ છે માટે નિત્યમુક્ત જ છે. તેને મુક્ત બનાવવા ધર્મ કરવાની કંઈ જરૂર જ નથી. આ આત્મા મેલો ઘેલો હોય, કર્મોથી લપેટાયેલો હોય, તો જ તેને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો પડે પણ આત્મા તો બ્રહ્મસ્વરૂપ જ છે, નિત્યમુક્ત છે. કર્મોના બંધનથી રહિત જ છે માટે તેને મુક્ત કરવા ધર્મ કરવાની કોઈ જરૂર નથી. આવું જ્યારે આ જીવ સમજે છે ત્યારે બ્રહ્મસ્વરૂપ બને છે. I૪૧ી. ભ્રાન્તિ મિટઇ ચિતમાન અગાધ,
કરતા નહિ પણિ સાખી સાધ IT વ્યવહારઇ કરતા તે હોઉં, પરમારથ નવિ બાંધ્યો કોઉ II૪શા
ગાથાર્થ :- જયારે આ ભ્રમ દૂર થાય છે ત્યારે જ અગાઉ