________________
સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૧ ૧ ત્રીજો ગુણ આવવાથી બ્રહ્માત્મા વિના બીજું કશું જ સત્ય નથી. બાકીનો બધો ભ્રમમાત્ર છે. આવું જ્ઞાન થાય છે અને તેનાથી બીજા ખોટા ભ્રમો ટળી જાય છે. અને આ આત્મા એ જ બ્રહ્માત્મા છે આવું શુદ્ધજ્ઞાન પ્રગટ થાય છે. આમ વેદાન્તશાસ્ત્રો પોકારી પોકારીને કહે છે.
નૈયાયિક આદિ ઈતરદર્શનકારોએ જે કહેલું છે કે પૂર્વભવીય વાસનાના સંસ્કારથી આ ભવની વાસના, અને આ ભવની વાસનાથી આવતા ભવની વાસના થાય છે. આમ ભવના સંસ્કારોની પરંપરા ચાલે છે. આવું જે નૈયાયિકો કહે છે તેનાથી આ જગત્મપંચ સાચો છે, પારમાર્થિક છે, સત્ય છે આમ જણાયું હતું. વેદાન્તશાસ્ત્રોના વારંવાર શ્રવણથી તે ભ્રમ દૂર થાય છે અને આ જગત પારમાર્થિક નથી પણ ઔપચારિક છે આમ સમજાય છે. ત્યારથી આ મહાત્મા યોગી પુરુષ આ જગતને ઔપચારિક ગણે છે પણ પારમાર્થિક ગણતો નથી, કાલ્પનિક છે. પણ પારમાર્થિક નથી આમ સમજે છે.
ત્યારબાદ વેદાન્તશાસ્ત્રોનું વધારે શ્રવણ મનન કરવાથી જ્યારે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે આ જીવ આ જગપ્રપંચને વ્યાવહારિકરૂપે (ઔપચારિક રૂપે) પણ જોતો નથી. માત્ર આભાસરૂપે જ છે આમ આ જીવ માને છે એટલે કે જો કે જગતનું અસ્તિત્વ માનવું એ વાત જ બાધિત છે. તેમ માનવામાં ઘણા દોષો અને અવરોધો આવે છે છતાં પણ જગતનું અસ્તિત્વ આભાસમાત્ર રૂપે ચાલુ રહે છે.
જેમ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે હકીકતથી ટ્રેન ચાલે છે તો પણ ભ્રમથી દૂર દૂર રહેલા વૃક્ષોની લાઈન ચાલતી હોય તેમ દેખાય છે. વૃક્ષોનું ચાલવું જે દેખાય છે તે ભ્રમ છે, ભ્રાન્તજ્ઞાન છે છતાં તે વખતે વૃક્ષો ચાલે છે આવો આભાસ થાય છે તેમ આખો ય આ સંસાર ભ્રમાત્મક છે આમ હોવા છતાં પણ સાચાપણાનો ત્યાં ભ્રમ થાય છે.