________________
૧૨ ૨.
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ બદલે સાંસારિક ભાવોનો કર્તા આત્મા નથી પણ પ્રકૃતિજન્ય બુદ્ધિ જ તે ભાવોની કર્તા છે આવું પ્રત્યક્ષ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે અપરોક્ષ સાક્ષાત્કાર (અર્થાત્ પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્ઞાન) કહેવાય છે. તેનાથી જ જીવને ભાન થાય છે કે મારું પહેલાંનું જ્ઞાન ભ્રમાત્મક હતું. આવું ભાન આ જીવને જ્યારે થાય છે ત્યારે જ આ જીવને સાચું સમજાય છે કે,
હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી એટલે કે આ હિતકારી છે અને આ અહિતકારી છે. આવું જ્ઞાન કરવું તથા વિધિ-નિષેધનું જ્ઞાન કરવું એટલે કે જીવનમાં આ કરવા લાયક છે અને આ છોડવા લાયક છે આવું જ્ઞાન થવું તથા આચારક્રિયાનું જ્ઞાન થવું. આ આચરવા જેવું છે અને આ છોડવા જેવું છે ઈત્યાદિ જે ભાવો જણાય છે તે પ્રકૃતિના (એટલે કે પ્રકૃતિજન્ય બુદ્ધિના) નાનાવિધ =જુદા જુદા પ્રકારના ધર્મો છે. પરંતુ તે બધા આત્માના ધર્મો નથી. કારણ કે આત્મા તો અક્રિય છે.
આ પ્રમાણે હિતાહિતના વ્યવહાર, વિધિ-નિષેધના વ્યવહાર તથા આચારસંહિતાના જે જે વ્યવહારો છે તે સર્વે પ્રકૃતિના ધર્મો છે. તો પણ તે બધા વ્યવહારો ચેતનના છે. આમ જે કહેવાય છે તે ઉપચારથી સમજવા. કારણ કે પ્રકૃતિજન્ય બુદ્ધિ અને આત્મતત્ત્વ આ બને તત્ત્વોનો અભેદપણે ભ્રમ થયેલો છે તેથી બુદ્ધિના બધા જ ધર્મો આત્મામાં પ્રતિભાસિત થાય છે. પરંતુ તે સઘળો ય ઉપચાર છે.
જેમકે યુદ્ધભૂમિમાં જ્યારે શત્રુઓ સાથે યુદ્ધ થાય છે ત્યારે યુદ્ધ કરે છે સૈન્ય જ. રાજા તો રાજમહેલમાં જ હોય છે જ્યારે તે સૈન્ય જીતે છે ત્યારે રાજા જિત્યો આમ કહેવાય છે. રાજા ન લડતો હોવા છતાં સૈન્ય મેળવેલા જય-પરાજયનો ઉપચાર રાજામાં જેમ કરાય છે તેમ પ્રકૃતિજન્ય બુદ્ધિમાં રહેલી શુભાશુભ ક્રિયાને આ ક્રિયા આત્મામાં છે, આત્મા આ સર્વ ક્રિયા કરે છે એમ વ્યાવહારિક લોકો માને છે. હકિકતથી આત્મા તો