________________
૧૨૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પુરુષ (આત્મા)માં ક્રિયા જણાય છે. વાસ્તવિકપણે તો આત્મા અકર્તા છે,તથા અક્રિય છે.એટલે કે ક્રિયાશૂન્ય છે, પ્રકૃતિમાં થયેલી ક્રિયા જાણે પુરુષમાં થઈ હોય. આમ ઉપચાર કરાય છે.
બુદ્ધિતત્ત્વ અને પુરુષતત્ત્વની વચ્ચેનો ભેદ પકડાયો નથી એટલે અભેદબુદ્ધિ થઈ છે. તેના કારણે મનમાં અર્થાત્ બુદ્ધિમાં થયેલી ક્રિયા વગેરે ધર્મોનો આત્મામાં ઉપચાર કરાયો છે. આ રીતે પુરુષ અકર્તા છે ઉપચારે ભલે કર્તા કહેવાય છે.પરંતુ પરમાર્થે અકર્તા છે. ૫૨॥ મૂલપ્રકૃતિ નવી વિકૃતિ,
વિખ્યાત પ્રકૃતિ વિકૃતિ મહદાદિક સાત । ગણ ષોડશક (ત્રણ ષોડશક) વિકારી કહ્યો,
પ્રકૃતિ ન વિકૃતિ ન ચેતન લહ્યો ૫૩॥
ગાથાર્થ :- મૂલપ્રકૃતિ તે વિકૃતિસ્વરૂપ ન હોવાથી કોઈનું પણ કાર્ય નથી, અને મહદ્ આદિ સાત તત્ત્વ પ્રકૃતિસ્વરૂપ પણ છે અને વિકૃતિસ્વરૂપ પણ છે. ૧૬ તત્ત્વોનો જે સમૂહ છે તે વિકૃતિરૂપ જ છે (કાર્યસ્વરૂપ જ છે) અને જે ચેતનદ્રવ્ય છે તે પ્રકૃતિરૂપ પણ નથી અને વિકૃતિસ્વરૂપ પણ નથી. પા
ટબો ઃ- मूलप्रकृति ते विकृतिरूप न होइ कोइनुं कार्य नथी । महदादिक सात पदार्थ ( १ महद्, १ अहंकार, ५ तन्मात्रा) ए प्रकृतिविकृति कहिइं, उत्तरोत्तरनुं कारण पूर्वपूर्वनुं कार्य छइ ते भणि ।
भूत, ११ इन्द्रिय, ए षोडशकगण विकारी कहिओ । कार्य छइ, पणि कारण नथी । चेतन ते प्रकृति नही, विकृति नही । अकारण अकार्य कूटस्थ चैतन्यरूप कहिओ छइ । तदुक्तं सांख्यसप्ततिकायाम् ।