________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
વિવેચન :- નવી નર્તિકા (એટલે કે નૃત્યકલાનો સારો અભ્યાસ કરીને તૈયાર થયેલી નવી નૃત્યકલામાં પ્રવીણ એવી કોઈ સ્ત્રી, સભા સમક્ષ પોતાની સુંદર એવી નૃત્યકલા બતાવીને તે કાર્યમાંથી જેમ નિવૃત્તિ પામે છે તેવી જ રીતે પ્રકૃતિ પણ પોતાનાથી થતા કામવિકારાદિનો પ્રપંચ પુરુષને બતાવીને તે પ્રકૃતિ નિવૃત્તિ પામે છે.
૧૨૬
પ્રકૃતિ ગમે તેટલા વિકારો બતાવે તો પણ પુરુષતત્ત્વ નિત્ય હોવાથી તે વિકારો પામતો નથી. પુરુષ વિકારી બનતો નથી પણ વિકારો ઉપર જ્યારે વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તેને જ મુક્તિ કહેવાય છે. કારણ કે ચેતનદ્રવ્ય નિત્ય હોવાથી સદા અવિકારી દ્રવ્ય છે તે ચેતન ક્યારેય પણ વિકારી ભાવે પરિવર્તન પામતું નથી.
આ પ્રમાણે સાંખ્યદર્શનના સૂત્રોને અનુસારે તે ચેતનદ્રવ્ય નિર્ગુણ હોવાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. સાંખ્યદર્શનના અનુયાયી જીવો એવું માને છે કે આત્મા (પુરુષ) એ નિર્વિકારી-નિર્ગુણ અને નિત્ય દ્રવ્ય છે. તેવી અવસ્થાને જ મુક્તિ કહેવાય છે. II૫૧॥
પંથી છૂટ્યા દેખી મૂઢ કહÛ પંથ લૂંટાણો મૂઢ પ્રકૃતિક્રિયા દેખી જીવનÛ, અવિવેકી તિમ માનં મનિ II૫૨॥
ગાથાર્થ :- પંથી (મુસાફર) લોકોને લુંટાયેલા દેખીને મૂઢ બુદ્ધિવાળા લોકો રહસ્યમય રીતે આવો પ્રયોગ કરે છે કે “આ પંથ લુંટાયો” અર્થાત્ આ માર્ગ લુટાનાર છે આ જેમ ઉપચાર કરાય છે તેમ પ્રકૃતિની વિકૃત ક્રિયાને દેખીને અવિવેકી જીવ તે બધી આત્માની વિકૃત ક્રિયા છે આમ માને છે. આ પણ ઉપચાર વાકય છે. પા
ટબો :- પંથીતોનરૂં તૂટ્યા તેણીનડું મૂદ-રહસ્ય, મૂઢબુદ્ધિ एहवुं कहइ छइ, जं पंथ लूटाणो, । पंथ कहेतां मार्ग ते अचेतन छई, तेहनुं लूटवुं किस्युं होइ ? ए उपचारवचनई अनुपचार करी मानई,