________________
સમ્યત્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૨૭ ते मूढ कहिइ, तिम प्रकृतिनी क्रिया देखीनइं अविवेकी पुरुष जीवनइं मनि मानइं,
"कृत्यादयो मनस्था धर्माः भेदाग्रहात्तु पुरुषे भासन्ते ॥५२॥
વિવેચન :- કોઈ કોઈ માર્ગ ઉપર ચાલતા પંથીજન (મુસાફર લોકો) જ્યારે લુંટાય છે ત્યારે તે લોકોને લુંટાયેલા દેખીને સમજુ લોકો રહસ્યને જાણીને આવો પ્રયોગ કરતા હોય છે કે “આ માર્ગ લુંટાનારો છે” હકીકતથી જો વિચાર કરીએ તો ભૂમિ ઉપરનો માર્ગ તો અચેતન છે જડ છે. તે કેમ લુંટારો બની શકે? એટલે આ વચન તે ઉપચારવચન છે. વાસ્તવિક શબ્દપ્રમાણે અર્થસંગત થતો નથી. કારણ કે માર્ગ એ કોઈ સજીવ વસ્તુ નથી કે તે માર્ગને મુસાફર લોકોને લુંટવાનો ભાવ થાય? માર્ગ અચેતનદ્રવ્ય હોવાથી અચેતન એવા માર્ગમાં લુંટવાપણું કેમ ઘટે ? અર્થાત્ ન જ ઘટે, માટે ઉપચાર કરવો જ પડે. તેથી હકીકત એવી છે કે આ માર્ગે જનારા પંથીજન (મુસાફર લોકો) લુંટનારાઓ વડે લુંટાય છે તેનો પંથમાં (માર્ગમાં) ઉપચાર કરાય છે.
ઉપચાર કર્યા વિના શાબ્દિક વાક્યનો અર્થ સાચેસાચો માની લઈએ તો “માર્ગ જ લુંટાનારો છે” આવો અર્થ થાય અને આવું તો મૂર્ખ મનુષ્ય હોય તે જ માને. કારણ કે માર્ગ એ કોઈ સમજુ બુદ્ધિમાન વસ્તુ નથી કે જે લુંટવાનું કામ કરે. તેની જેમ પ્રકૃતિની કરાયેલી ક્રિયા દેખીને અવિવેકી (મૂખ) મનુષ્ય જ આ ક્રિયા પુરુષની (જીવની) છે. આમ પોતાના મનમાં માની લે છે. પરમાર્થથી તો તે ક્રિયા પ્રકૃતિની જ છે. પુરુષની નથી. પરંતુ પ્રકૃતિનો પુરુષમાં ઉપચાર કરીને લોકો આવું બોલે છે જેમ માર્ગે ચાલનારા મુસાફર લોકો લુંટારાઓ વડે લુંટાય છે પરંતુ તે માર્ગ વડે મુસાફર લોકો લુંટાતા નથી. કારણ કે માર્ગ તો જડ પદાર્થ છે. પરંતુ તે માર્ગે લુંટારા લોકો લુંટે છે. લુંટારાનો ઉપચાર જેમ માર્ગમાં કરાય છે તેથી જ આમ બોલાય છે કે આ માર્ગ લુંટાનારો છે તેમ અહીં પણ પ્રકૃતિની ક્રિયાનો પુરુષમાં ઉપચારમાત્ર કરાયો છે. તેથી