________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૨૧
તેના કારણે મને આવો ભ્રમ થયો હતો પરતું હવે જ્યારે આવું યથાર્થ ભેદજ્ઞાન થાય છે ત્યારે તે જીવ શુદ્ધ કૈવલ્યમય આત્માના સ્વરૂપને જાણે છે. ૪૮૫
પ્રકૃતિધર્મ હિત-અહિત આચાર, ચેતનતા કહઈ તે ઉપચાર I વિજય-પરાજય જિમ ભટતણા,
નરપતિનઈં કહિં અતિઘણા જિલા
ગાથાર્થ :- હિતાહિતના જે કોઈ આવા આચારો છે તે સઘળા પ્રકૃતિના ધર્મો છે તેને ચેતનના ધર્મો કહેવા તે ઉપચાર જાણવો. જેમ યુદ્ધમાં સુભટોનો અતિશય થયેલો જય અને પરાજય તે નરપતિનો જ જય-પરાજય કહેવાય છે. ૪લ્લા
ટબો :अपरोक्षभ्रम ते अपरोक्षसाक्षात्कारइं ज निवर्तनं, ते શુદ્ધાત્મજ્ઞાન ન રૂ। હિત-અહિત વહેતાં વિધિ-નિષેધ, આચારक्रियारूप छइ, ते सवि प्रकृतिना नानधर्म छइ आत्मा तो अक्रिय छइ, तेहनइ जे चेतनता कहइ छइ, ते उपचार करी जाणवो, जिम सुभटना जय-पराजय छइ अतिघणा, ते सर्व राजाना कहि । सुभट जीत्यइं राजा जीत्यो, सुभट हारइं राजा हार्यो, एहवो व्यवहार छं । इम प्रकृतिगत शुभाशुभ क्रिया आत्मानी करीन व्यवहारी लोक मानइ छइ ॥४९॥
વિવેચન :- અપરોક્ષ એવો જે ભ્રમ થયો છે તે અપરોક્ષ એવા સાક્ષાત્કારથી જ દૂર થાય છે. એટલે કે અપરોક્ષ અર્થાત્ સાક્ષાત્ જે ભ્રમ થયો છે તે અપરોક્ષ એવા એટલે કે પ્રત્યક્ષ એવા સાક્ષાત્કારથી જ દૂર થાય છે. પ્રકૃતિજન્ય બુદ્ધિ જ જ્યાં કર્તા હતી ત્યાં આત્માનું કર્તૃત્વ જે ભાસ્યું હતું તે અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ એવો ભ્રમ થયો ગણાય તેને