________________
૧૧૦
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ કહેવાય છે. તત્ત્વજ્ઞાનની સાથે જે જોડાવું તેનાથી યુક્ત બનવું તે યોજના અને (૩) કૈવલ્યગુણપ્રાપ્તિ એટલે કે દેહથી સર્વથા મુક્ત થઈને કેવલભાવ એટલે કે બ્રહ્મભાવને પ્રાપ્ત કરવો દેહરહિત બનીને આ આત્માનું પરમાત્મા સ્વરૂપે જે સર્જન થાય તે કૈવલ્યગુણપ્રાપ્તિ નામનો ત્રીજો ગુણ છે.
આ જીવ જ્યારે ક્રમશઃ આ ત્રણ ગુણોને પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવમાં પોતાને પારમાર્થિક, વ્યાવહારિક અને આભાસિક સ્વરૂપે પ્રતિભાસન કરવાવાળી જે પ્રપંચની શક્તિ હતી, તે અનુક્રમે દૂર થાય
અભિધ્યાન નામનો ગુણ આવવાથી આ જગતનો પ્રપંચ જે પારમાર્થિકપણે સત્ય લાગતો હતો. તે ભ્રમ હવે ટળી જાય છે. તેવી જ રીતે બીજો યોજન નામનો ગુણ આવવાથી આ જગતુનો પ્રપંચ વ્યાવહારિક-ઔપચારિક છે. આવો અહીં જે ભ્રમ થયો હતો તે પણ ટળી જાય છે અને ત્રીજો કૈવલ્યગુણ આવવાથી આખું ય આ જગતું આભાસિકરૂપે જે પ્રતિભાસિત થતું હતું તે ભ્રમ પણ ટળી જાય છે. આવા પ્રકારના મિથ્યા ભ્રમો જે થયા હતા તે દૂર થઈ જવાથી કેવળ એક આત્મા બ્રહ્મસ્વરૂપ છે આવી સત્ય પ્રતીતિ થાય છે. આમ વેદાન્તશાસ્ત્રો નિબંધપણે જોરશોરથી કહે છે. | વેદાન્તશાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી આ ભ્રમ ચાલુ હોય છે ત્યાં સુધી જ આ જગત્ સાચું છે આમ લાગે છે, પરંતુ જેમ જેમ વેદાન્ત શાસ્ત્રોનો અભ્યાસ થવાથી અભિધ્યાન-યોજન અને કૈવલ્યગુણોની પ્રાપ્તિ થાય છે તેમ તેમ આ ભ્રમ ટળી જાય છે. સારાંશ કે પ્રથમ ગુણ આવે છતે આ જગત પારમાર્થિકપણે સત્ય છે આવો જે ભ્રમ થયેલ છે તે ટળી જાય છે અને યોજન નામનો બીજો ગુણ આવવાથી આ જગત્ વ્યાવહારિક છે, ઔપચારિક છે. આવો ભ્રમ પણ ટળી જાય છે અને કેવલ્ય નામનો