________________
સમ્યક્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૧૩
વિદ્યા પ્રગટ થાય છે ત્યારે ધર્મકરણીની વિશ્રાન્તિ (વિસામો) થાય છે.
૫૪૮૫
ટબો :- तत्त्वज्ञानी ज्ञानई संचित कर्म दही प्रारब्ध मात्र भोगनी प्रतीक्षा करतो जीवन्मुक्त थयो, ते पोतानुं तेज पामिओ । तेहनइं करणीनुं काम नथी । जिहां तांइ अविद्या छइ तिहां तांइं क्रिया छं । जिहां विद्या तत्त्वसाक्षात्काररूप आवी, तिहां विसामो રૂં ।
आरुरुक्षुर्मुनेर्योगं, क्रिया कारणमुच्यते । योगारूढस्य तस्यैव, शमः कारणमुच्यते ॥ गीतासु ॥ ( अध्यात्मसार प्रथमप्रकाश, अधिष्ठान १५ श्लोक २२ ) ॥४४॥ વિવેચન :- તત્ત્વજ્ઞાની આત્મા તત્ત્વજ્ઞાનની લીનતાના કારણે સાંસારિક ભાવોથી વિરામ પામ્યો છતો પૂર્વકાલમાં બાંધેલા કર્મોને બાળી નાખીને પ્રારબ્ધકર્મોને (વર્તમાનકાળે હાલ બંધાતા એવા લગભગ નિરસ કર્મોને) ભોગવવાની રાહ જોતો છતો “જીવન્મુક્તિ'' જેવી સ્થિતિને પામે છે અર્થાત્ પૂર્વકાળમાં બાંધેલા લગભગ ઘણાં ખરાં કર્મોને આ જીવ ખમાવી નાખે છે. માત્ર વર્તમાનકાળે બંધાતાં કર્મો જ ખપાવવાનાં બાકી રહે છે તેથી તેને જીવન્મુક્ત કહેવાય છે. જીવતો હોવા છતાં જાણે “મુક્ત બની ચુક્યો હોય શું” આવા પ્રકારનો તે જીવ થઈ જાય છે.
આવી પરિસ્થિતિ થવાથી આ જીવ પોતાના અસલ તેજને પ્રાપ્ત કરે છે એટલે કે શુદ્ધ આત્મા બને છે. આ જીવને હવે પછી કંઈ કરવાનું રહેતું નથી જ્યાં સુધી અવિદ્યા (એટલે કે અજ્ઞાનદશા-માયા) હોય છે ત્યાં સુધી જ ધર્મક્રિયા કરવાની હોય છે.
તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્કાર થવા સ્વરૂપ વિદ્યાજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે અને અવિદ્યા નષ્ટ થાય છે ત્યારે આ જીવની ક્રિયામાંથી વિશ્રાન્તિ થાય છે તે જીવને હવે કંઈ પણ ધર્મકરણી કરવાની રહેતી નથી.