________________
૮૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ નથી. ક્ષણિક હોવાથી સ્વયં જ નાશ પામે છે. માટે એકાન્તનિત્ય કે એકાન્ત અનિત્યમાં હિંસક વ્યાધ (શિકારીએ) હિંસા કરી છે. આ વાત ઘટતી નથી.
જો મૃગ મરીને ક્ષણે ક્ષણે નવો મૃગ જ થાય છે તો મૃગક્ષણથી વિલક્ષણ ક્ષણ ઉત્પત્તિ થઈ કેમ કહેવાશે? જો બૌદ્ધો આમ કહે કે જ્યાં સુધી મૃગ જીવે છે ત્યાં સુધી ક્ષણે ક્ષણે મૃગ મરે પણ છે અને તેના સમાન નવો મૃગ ઉત્પન્ન પણ થાય જ છે. તેથી તમને તે મૃગ જીવે છે એમ લાગે છે. પરંતુ હકીકતમાં તો સમયે સમયે જુનો મૃગ મરે જ છે અને નવો મૃગ આવે જ છે. જેને મૃગક્ષણસંતતિ કહેવાય છે.
તથા જ્યારે બાણ આદિ દ્વારા વ્યાધ વડે મૃગ હણાય છે ત્યારે તે જ ક્ષણથી વિસશિક્ષણની ઉત્પત્તિ થાય છે એટલે કે મૃગક્ષણથી વિલક્ષણ ગાય આદિની ક્ષણસંતતિ શરૂ થાય છે. આમ વસ્તુસ્વરૂપ છે આમ બૌદ્ધનું કહેવું છે.
જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મૃગક્ષણસંતતિ અને મરે છે ત્યારે મૃગક્ષણથી વિલક્ષણ ક્ષણ સંતતિ શરૂ થાય છે આમ બે પ્રકારની એકતાના આધારે મૃગવ્યક્તિ અને મૃગવિલક્ષણ વ્યકિત થાય છે. આમ બૌદ્ધદર્શનકારો કહે છે. પરંતુ આમ કહેવામાં જે ક્ષણોમાં મૃગવ્યક્તિ છે એમ માનો છે. તે ક્ષણોમાં મૃગની ધ્રુવતા અવશ્ય આવી જ જાય છે. એટલે સંતાનૈયતા અર્થાત્ દ્રવ્યની ઐક્યતા એટલે કે દ્રવ્યની ધ્રુવતા પણ સિદ્ધ થઈ જ જાય છે. માટે બૌદ્ધની એકાન્તક્ષણિકની માન્યતા રહેતી જ નથી. તેથી બૌદ્ધની આ વાત યથાર્થ બરાબર નથી. પણ પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય આમ જૈનદર્શનની જે વાત છે તે જ સત્ય અને ત્રણે કાળે અબાધિત છે. ૨૮
અવતરણ - વસ્તુનું એકલું ક્ષણિકસ્વરૂપ માનવાથી “નવ સાંધે ત્યાં તેર તુટે છે” તેવો ઘાટ થાય છે. તે સમજાવે છે -