________________
૮૧
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
વિવેચન :- શ્રી વીતરાગ તીર્થકર ભગવંતોએ જૈન આગમ સૂત્રોમાં ત્રણ પ્રકારની હિંસા જણાવી છે. (૧) સ્વરૂપહિંસા, (૨) હેતુહિંસા અને (૩) અનુબંધહિંસા.
ત્યાં હરણ આદિ જીવોમાં રહેલો જે મૃગાદિપર્યાય, તેનો ધ્વસ કરવો. અર્થાત્ તે હરણને મારી નાખવું તે સ્વરૂપહિંસા (૧). તથા તે હરણને (મૃગને) દુઃખ આપવું, પીડવું, પીડા ઉપજાવવી તે હેતુહિંસા (૨). અને મનમાત્રમાં તે હરણને મારવાના પરિણામ કરવા તે અનુબંધહિંસા. (૩)
પરશાસનમાં (બૌદ્ધાદિ દર્શનમાં) એટલે કે જે દર્શનકારો આત્માને એકાન્ત અનિત્ય જ (ક્ષણિક જ) માને છે તથા એકાન્ત નિત્ય જ માને છે તેવા દર્શનોમાં આ હિંસા ઘટી શકતી નથી. કારણ કે જો આત્મા અનિત્ય જ છે, ક્ષણિક જ છે તો ક્ષણે ક્ષણે મરવાનો જ છે. તમારા હણવાથી તે મરતો નથી. પણ ક્ષણિક હોવાથી જ તે મૃત્યુ પામે જ છે. તેથી આપણે હિંસા કરીએ તેથી હિંસા થતી જ નથી. તથા જો આત્મા નિત્ય જ છે તો તે મરવાનો જ નથી. તો તમે તેને હણો તો પણ તમને હિંસાનો દોષ લાગશે નહીં. કારણ કે તે આત્મા નિત્ય છે. તમારા હણવાથી તે જીવ હણાતો નથી. આ રીતે એકાન્ત અનિત્ય કે એકાન્તનિત્ય માનવામાં હિંસા ઘટશે જ નહીં (માટે નિત્યાનિત્ય માનવું જોઈએ). તેથી નિત્યાનિત્ય માનવું એ જ માર્ગ ઉચિત છે. વીતરાગ પરમાત્માનું વચન જ સર્વ શ્રેષ્ઠ અને નિર્દોષ વચન છે.
જીવ જો એકાન્ત નિત્ય હોય તો તેની હિંસા થતી જ નથી. સુખીમાંથી દુઃખી કરવો આ વાત પણ શક્ય નથી. તથા જીવ જો એકાન્ત ક્ષણિક (અનિત્ય) જ હોય તો પણ ક્ષણે ક્ષણે સ્વયં નાશ પામનાર હોવાથી તેના નાશના કારણની જરૂર જ નથી. તેનો કોઈ નાશ કરી શકતું જ