________________
સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન ભોક્તા નથી.” જે કંઈ આ શરીરથી કાર્ય થાય છે તેનો કર્તા આત્મા નથી. તથા તેનો મુખ્યપણે ભોક્તા પણ આત્મા નથી.
તે બન્ને વાદીઓમાં પ્રથમવાદી જે વેદાંતદર્શનકાર છે તે એમ કહે છે કે દેશમાત્ર એટલે જ્ઞાન જ માત્ર છે. અને તે જ એક પ્રમાણરૂપ છે. કારણ કે બધા જ વાદીઓ “જ્ઞાન છે અને તે જ્ઞાન જ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનારું છે” આમ માને છે. જ્ઞાન જ સુખસાધનોમાં પ્રવૃત્તિ કરાવે છે અને દુઃખસાધનોથી નિવૃત્તિ કરાવે છે. માટે જ્ઞાન એ એક જ પ્રમાણ છે તથા વળી જ્ઞાન એ જાણવા સ્વરૂપ જ્ઞેય સ્વરૂપે સર્વત્ર એક જ છે એમ માનીએ તો લાઘવ જ થાય છે. માટે જ્ઞાન એકરૂપ છે તથા વળી આ જ્ઞાન અનાદિ-અનંતરૂપ છે.
આ જ્ઞાનમાં ભેદાદિનો જે ભાસ થાય છે તે આત્માને વળગેલી (અવિદ્યાસ્વરૂપ) ઉપાધિના કારણે છે. આ ઉપાધિના કારણે જ “હું અને મારાપણાના અહંકારનું મંડાણ (પ્રારંભ) થાય છે. આ અવિદ્યાના કારણે આત્મા અને આત્મીય (હું અને આ મારું-આ મારું, એવા પ્રકારના મારા)પણાનો અધ્યવસાય ચાલુ થાય છે તથા તેના જ કારણે દેહાધ્યાસ (દહ એ જ હું છું, આ દેહ મારો જ છે આવા પ્રકારની) દેહની મમતા ચાલુ થાય છે જે સઘળી આ મમતા પ્રપંચરૂપ=માયારૂપ છે. વાસ્તવિકપણે દેહ એ આત્મા નથી પણ તેવો ભાસ આ જીવમાં ચાલુ થાય છે. એટલે આ અવિદ્યાના કારણે “હું અને મારું” આવી મમતા ચાલુ થાય છે. પરમાર્થે જ્ઞાન એ જ એક તત્ત્વ છે. બાકી બધી અવિદ્યા છે. ૩૪
અવતરણ :- “હું અને મારું” આવો મોહજનક પરિણામ થવામાં માયા કારણ છે તે ઉદાહરણ સાથે સમજાવે છે - માયાદિક મિશ્રિત ઉપચાર, જ્ઞાન-અજ્ઞાનગ્રંથિ સંસાર ! દેશ્યપણઈ મિથ્યા પરપંચ, સઘલો જિમ સુહણાનો સંચ રૂપા
ગાથાર્થ - માયા આદિથી મિશ્રિત કરાયેલો ઉપચાર એ જ જ્ઞાનઅજ્ઞાનની ગાંઠરૂપ છે અને તે જ સંસાર છે. જે દ્રશ્યપણે દેખાય છે. તે