________________
સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૦૧ અધિષ્ઠાન જે ભવભ્રમતણું, તેહ જ બ્રહ્મ હું સાચું ગયું! તેહનઈ નહીં કર્મનો લેપ, હુઈ તો ન લઈ કરતાં ખેપ ૩૮II
ગાથાર્થ - ભવનો ભ્રમ થવાનું જે સ્થાન છે તે બ્રહ્મ જ આ જગતમાં સત્ય તત્ત્વ છે. તે બ્રહ્મને (આત્મતત્ત્વને) કર્મનો લેપ થતો નથી. અને જો કર્મનો લેપ થાય તો ઘણો ઉદ્યમ કરવા છતાં તે લેપ ક્યારેય પણ (ટળતો નથી) દૂર થાય નહીં. ૩૮
ટહ્નો - મવક્રમ વહેતાં પ્રપંચશ્રત્તિ, તેનું અધિષ્ઠાન ને વ્ર, तेह ज हुं साचुं गणुं छु, जिम (छइ) रजतभ्रमाधिष्ठान शुक्ति, अहिभ्रमाधिष्ठान रज्जु सत्य (छइ) । ब्रह्म प्रपंचनइं सादृश्य नथी, तो भ्रम किम होइ ? ए शंका न करवी, जे माटई कोइ भ्रम સારપન (સાવિદપા) દોડું છે, “નમો નીન" इतिवत् । ते ब्रह्म परमार्थसत्यनइं कर्मनो लेप नथी । जो चेतनइं कर्मनो लेप होइ, तो घणोइ उद्यम करतां टलइ नही ॥३८॥
વિવેચન :- આ જગતુ જે જણાય છે તે ભ્રમ છે, પણ સાચું નથી. પરંતુ જગતનો ભ્રમ જેમાં થાય છે તે બ્રહ્મ જ સત્ય છે. સારાંશ કે જે જગત નજરે દેખાય છે તે ભ્રમાત્મક છે, સાચું નથી. પરંતુ આ જગતનો ભ્રમ જેને વિષે થાય છે તે બ્રહ્મતત્ત્વ એ સાચું તત્ત્વ છે અને તે બ્રહ્માત્મા માત્ર સત્ય છે. બ્રહ્મસ્વરૂપ છે તે જ સાચું યથાર્થ તત્ત્વ છે. બ્રહ્મા એ જ યથાર્થ અને સાચું તત્ત્વ છે. .
જેમ રજતનો ભ્રમ જેમાં થાય છે તે છીપ છીપરૂપે સત્ય છે તથા સર્પનો ભ્રમ જે દોરડામાં થાય છે તેમાં સર્પનો જે ભ્રમ થયો તે મિથ્યા છે. પરંતુ જે દોરડું છે તે દોરડા રૂપે સત્ય છે.
રજત અને છીપ વચ્ચે સાદેશ્ય હોવાથી આવો ભ્રમ થાય છે તથા સર્પ અને રજુ વચ્ચે સાદેશ્ય હોવાથી આવો ભ્રમ થાય છે. રજતપણાનો