________________
સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન
જે જે પરિણામી-વિકારી-બદલાવાવાળું સ્વરૂપ છે તે નાશવંત હોવાથી મિથ્યા છે. જેમકે કટક=(કડી) અને કેયૂર (કંદોરો અને બાજુબંધ) વગેરે અલંકારો કૃત્રિમ હોવાથી પાણીના પરપોટાની જેમ મિથ્થારૂપ છે. એટલે કે જે જે પર્યાયો (પરિવર્તનો) થાય છે તે સઘળાં પરિવર્તનો મિથ્યા છે.
અને જે અપરિણામી-ધ્રુવ રહેનારું બ્રહ્મતત્ત્વ છે તે સદા સ્થિર રહેવાના સ્વભાવવાળું છે માટે તે સત્ય છે. પર્યાયો ક્ષણિક અને નાશવંત હોવાથી મિથ્યા છે અને દ્રવ્ય અપરિણામી અને ધુવ હોવાથી સત્ય છે. વેદાંતી અસત્ય અને સત્યનું પોતાના મત પ્રમાણે લક્ષણ આપે છે કે - કોઈ પણ કાળમાં જે અભાવનું અપ્રતિયોગી હોય તે સત્ય, તેનાથી વિપરીત એટલે કે અભાવનું પ્રતિયોગી જે હોય તે અસત્ય જેમ કે ઘટપટ છે તેનો કાળ કાળે નાશ થાય છે. અભાવ થાય છે તેથી તે પદાર્થો યોગ્ય કાળમાં થનારા (યોગ્ય કાળમાં બનનારા) અભાવના પ્રતિયોગી જ છે. માવઃ સ પ્રતિયોft = જેનો જેનો અભાવ થાય છે તે તે વસ્તુ પ્રતિયોગી કહેવાય છે. તેને અસત્ય સમજવું અને જે સૈકાલિક હોય એટલે કોઈ પણ કાળમાં જેનો અભાવ થતો નથી એટલે કે જે વસ્તુ પોતાના અભાવની અપ્રતિયોગી છે તે જ વસ્તુ સત્ય છે અને આવું તત્ત્વ એક બ્રહ્મદ્રવ્ય જ છે. આ વાતની સાક્ષી આપતાં ગ્રન્થકારશ્રી જણાવે છે
“આદિમાં અને અન્યમાં જે નથી હોતું તે મધ્યમાં પણ હોતું નથી. વિતથોની સાથે સદેશ દેખાતા પદાર્થો પણ વિતથ જેવા જ છે. જેમ સ્વપ્નમાં દેખાતા મોદક એ મિથ્યા છે તેમ આ જગના ભાવો પણ મિથ્યા છે. માત્ર તેમાં રહેલા બ્રહ્મા એ જ એક સત્ય તત્ત્વ છે. કારણ કે તે બ્રહ્મા અવિચલિત સ્વરૂપવાળા છે. એટલે કે અભાવના અપ્રતિયોગી છે માટે સત્ય છે.