________________
૮૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ ગાથાર્થ :- આત્માને કથંચિત્ નિત્ય માનીએ તો જ અનાદિનાં જે અનંતાં ભવબીજ છે તેને છોડીને આ જ આત્મા પોતાના અનંત જ્ઞાનાદિ ગુણોને પામે છે આ વાત સારી રીતે ઘટી શકે છે અને તેથી આજ સત્ય માનવું એ જ પરમાર્થ છે. આત્માનું મૂલ સ્વરૂપ એકપણ અંશે હીન કે અધિક થતું નથી. સર્વથા કર્મોથી મુક્ત થઈને આ આત્મા જ મુક્ત સ્વભાવ વાળો થયો છતો નિત્ય રહે છે. ૩ર.
બો :- “નિત્ય નિકું તો આવિર્ભાવ-તિરોમાવપડું સર્વ पर्याय मिलई, ते कहइ छड् - भवनां बीज रागद्वेषादि अनंत छांडिइं छइं, तत परमार्थज्ञानपर्याय अनंत लहीइं छई, पणि आत्मानो भाव एकई अंशइं ओछो-अधिको नथी । अनंतधर्मात्मकस्वरूपनो आविर्भाव मात्र ज नित्यसत्य मुक्तात्मा छड् । उक्तं च श्रीसिद्धसेनाचार्यैः -
भवबीजमनन्तमुज्झितं, विमलज्ञानमनन्तमर्जितम् । न च हीनकलोऽसि नाधिकः, समतां चाप्यनिवृत्त्य वर्तसे ॥३२॥
(બત્રીશી ૪-૨૯) વિવેચન :- “આત્માને કથંચિત્ નિત્ય માનીએ તો જ તેના સર્વે પણ આવિર્ભાવ અને તિરોભાવ રૂપે અવસ્થાભેદો સારી રીતે સંભવી શકે છે. તે આ પ્રમાણે -
આત્મામાં સંસારના બીજભૂત જે અનંત રાગ-દ્વેષાદિ ભાવો સંભવે છે. તેનો ત્યાગ કરીને આ જ આત્મા અવશ્ય પરમાર્થજ્ઞાનવાળી એટલે કે અનંતજ્ઞાનવાળી શુદ્ધ અવસ્થા પામે છે. આમ રાગાદિ વાળી અવસ્થામાંથી વીતરાગ બનીને કેવલજ્ઞાનવાળી અવસ્થા આ જ જીવ પામે છે. આમ આત્માની અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થા થાય છે. પરંતુ આત્માનો સ્વભાવ એકેય અંશે ઓછો કે અધિકો થતો નથી. આવા પ્રકારના અનંત ધર્માત્મક એવા આત્મસ્વરૂપનો જે તિરોભાવ હતો. તેનો