________________
૮૯
સમ્યત્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન જ આવિર્ભાવ થાય છે એને જ નિત્ય મુક્તાત્મા કહેવાય છે. જેમ કોઈ કપડું કાદવથી મલીન થયું હોય તેને પાણીથી ધોતાં તે જ કપડું ચોખ્ખું થાય છે તેની જેમ જે આત્મા કર્મમલથી મલીન થયો છે તે જ આત્મા રત્નત્રયીની સાધના કરવા દ્વારા નિર્મળ-શુદ્ધ-બુદ્ધ બને છે, અવસ્થા માત્ર બદલાય છે પણ દ્રવ્ય તેનું તે જ રહે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ બત્રીશીકામાં કહ્યું છે કે
“સંસારના અનંત ભવ બીજનો ત્યાગ થયો છે અને અનંત શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેથી હે વીતરાગ પ્રભુ ! તારી કલા ઓછી-વધતી થતી નથી. અને સમતાભાવથી તું દૂર જતો નથી.” અર્થાત્ શુદ્ધ એવા અનંતસ્વરૂપમાં વર્તનારો તું બને છે. ૩રા
અવતરણ - જેમ વાદળ દૂર થતાં ઢંકાયેલો સૂર્ય પ્રગટ થાય છે તેમ કર્મોનાં આવરણો દૂર થતાં આ જ આત્મા જે આવૃત્ત અનંતગુણવાળો હતો તે જ આવિર્ભત અનંતગુણવાળો બને છે. આ વાત સમજાવે છે. ધનવિગમઇ સૂરય ચંદ, દોષ ટલઇ મુનિ હોઇ અમંદ | મુગતિદશા શિરદર્શન ઘટે,
જિમ તે મેલ્ટી કુણ ભવઇ અટઇ li૩૩ાા ગાથાર્થ - જેમ વાદળઘટા દૂર ગયે છતે સૂર્ય-ચંદ્ર અમંદ (જેવા તેજસ્વી છે તેવા પરિપૂર્ણ પ્રકાશવાળા) થઈને પ્રકાશે છે તેમ મુનિ મહાત્મા પણ દોષ ટળે ત્યારે શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવવાળા થઈને કેવલીરૂપે પ્રકાશે છે. આમ કથંચિક્ સ્થિર માનનારા દર્શનના મતે મુક્તિ દા સારી રીતે ઘટે છે. તે મેલીને આવી સત્યવાને ત્યજીને) અનિત્યવાદી બૌદ્ધનો મત સ્વીકારીને ભવભ્રમણમાં કોણ ભટકે ? / all
17 ત્યારે તે ફકર કરે એ