________________
૯૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ રબો - રૂહ-વૃષ્ટા વદ છઠ્ઠ-ધન વા. મેષ, તેનડું વિરામડુંनाशइं जिम सूर्य-चन्द्र-अमंद क. शुद्ध थाइ, तेम दोष-रागद्वेषादिक टलइ, मुनि शुद्ध-बुद्ध स्वभाव थाइ । इणी पर स्थिरवादीनइं दर्शनइं मुक्तिदशा घटई, ते मेल्ही अनित्यवादी बौद्धनुं मत आदरीनइं कुण संसारमांहि भमई ? बुद्धिमंत कोइ न भमइ ॥३३॥
વિવેચન :- જેમ સૂર્ય અને ચંદ્ર અમાપ તેજવાળા છે અને કાયમ તેવાને તેવા જ તેજવાળા રહે છે તેનું તેજ ક્યારેય પણ ઓછું કે વધતું થતું નથી. પણ મેઘાદિ (વાદળ વગેરે) આવે ત્યારે તે સૂર્ય-ચંદ્રનું તેજ ઢંકાય છે એટલે કે તિરોભૂત થાય છે, પણ નષ્ટ થતું નથી. તે જ મેઘાદિ (વાદળ આદિ) આવરણ દૂર થતાં જેવા તેજવાળા સૂર્ય-ચંદ્ર પ્રથમ હતા તેવા જ અમંદ તેજવાળા પણે પ્રકાશે છે. તેવી જ રીતે રાગ-દ્વેષાદિ જે દોષો છે કે જે ગુણોના આવારક દોષો છે તે દોષો ટળે છતે મુનિ મહારાજ પણ શુદ્ધ-બુદ્ધ અને મુક્ત સ્વભાવવાળા બને છે.
આમ સ્થિરવાદી-નિત્યવાદીના દર્શનમાં મુક્તિદશા બરાબર સંભવે છે. યથાર્થ રીતે મુક્તિદશા સંગત થાય છે. આવા યથાર્થવાદી દર્શનને છોડીને કેવળ એકલા અનિત્યવાદને જ માનનારા બૌદ્ધ દર્શનને સ્વીકારીને અનંત સંસારમાં કોણ ભટકે? કારણ કે જો વસ્તુ ક્ષણિક જ હોય તો જે સંસારી જીવ હતો તે જીવ તો તેવી જ અવસ્થામાં જ મરણ પામ્યો અર્થાત્ સર્વથા નાશ પામ્યો. હવે તે મોક્ષે કેવી રીતે જાય? માટે બૌદ્ધની વાત સર્વથા ખોટી છે અને અસંગત છે. આવા પ્રકારની અસંગત વાત સ્વીકારીને પોતાના આત્માને અનંત સંસારમાં કોણ ભટકાવે ? કોઈ બુદ્ધિશાળી તો આવી ખોટી માન્યતામાં ન જ ફસાય. માટે દરેક દર્શનકારે આ તત્ત્વનો વિચાર કરવા જેવો છે.
સંસારમાં પણ આપણે જેને ૫૦૦-૧૦૦૦ આદિ રૂપિયા ધીર્યા હોય તે રૂપિયા તેની પાસેથી પાછા લેવાનો સમય પાકે ત્યાં સુધી તો