________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૮૩ નિશ્ચયથી સાધઈ ક્ષણભંગ, તો ન રહઇ વ્યવહારઇ રંગા નવ સાંધઇ નઇં ગુટછે તેર, એસી બૌદ્ધતણી નવ મેર રિલા
ગાથાર્થ - નિશ્ચયનયનો આશ્રય કરીને સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે. આમ બૌદ્ધ સાધે છે. પણ તેમ કરતાં વ્યવહારનયથી બંધમોક્ષાદિનો જે વ્યવહાર છે તે સર્વથા ઘટે નહી તે બંધ-મોક્ષાદિ માનવામાં રંગ (ઉત્સાહ) રહે નહીં. માટે આમ માનવામાં “નવ સાંધે ત્યાં તેર તૂટે છે” આવા પ્રકારની લોકોક્તિ લાગે છે તેમ માનવાથી બૌદ્ધની યથાર્થ મર્યાદા રહેતી નથી. //ર૯
રબો - નિશ્ચય ગુસૂત્રનય, તે નવું ક્ષTબંને સારું छइं, ते व्यवहारे जे बंधमोक्षप्रत्यभिज्ञानप्रमुख तेणइं रंग न रहै. इम बौद्धनी मर्यादामांहि "नवसांधई नई तेर त्रुटइं" ए उखाणो आवई छइं. निश्चय-व्यवहार उभय सत्य ते स्याद्वादी ज साधी सकइं ॥२९॥
વિવેચન :- સાત નયોમાં જે ચોથો ઋજુસૂત્રનાય છે. તે વર્તમાન કાળને જ માત્ર પ્રધાન કરે છે. તેથી તે નયની અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે આમ સિદ્ધ થાય છે અને તે પર્યાયમાત્રને આશ્રયી વસ્તુ ક્ષણિક છે પણ ખરી. પરંતુ સાથે સાથે તેમાં વ્યવહારનય જો જોડવામાં આવે તો ધ્રુવતા પણ અવશ્ય હોય જ છે અને ધ્રુવતા માનો તો જ “જે બંધાયો તે કાળાન્તરે છુટ્યો” અર્થાત્ મુક્તિ પામ્યો. આમ બંધ અને મોક્ષનો એકાધિકરણપણે આ વ્યવહાર ઘટી શકે તથા મેં પહેલાં જે દેવદત્તને જોયો હતો તે જ આ દેવદત્ત છે. આવી પ્રત્યભિજ્ઞા પણ સારી રીતે ઘટી શકે છે. આ રીતે પર્યાય અપેક્ષાએ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ સર્વે પણ વસ્તુઓ ક્ષણિત પણ જરૂર છે. પરંતુ સાથે સાથે વ્યવહારનયને આશ્રયી દ્રવ્યદૃષ્ટિએ સર્વે પણ વસ્તુઓ ધ્રુવ પણ અવશ્ય છે જ. આમ બને