________________
સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન
૭૯
I
(સૂયગડાંગસૂત્ર ૨, અધ્યાય ૬, ગાથા ૩૭-૩૮) જ્ઞત્યાવિ । મ तो मातानई स्त्री करी सेवतां पणि दोष न लागो जोइइ । मंत्रतंत्रवादी तो अगम्यागमन पणि दोष नथी कहतां ए सर्व ज्ञान व्यवहारलोपक મિથ્યાત્વ છેડ઼. રા
વિવેચન :- ગ્રંથકારશ્રી બૌદ્ધને સમજાવતાં કહે છે કે બોકડાના માંસથી સંઘની ભક્તિ કરો અને આવા પ્રકારના માંસભક્ષણમાં બીલકુલ દોષ નથી'' આવું તમે જે મુખે બોલો છો તે તમારું મોટું અજ્ઞાન છે.
બોકડાને આપણે ક્યાં માર્યો છે, મારનારા હિંસકે માર્યો છે. આપણે તો બજારમાંથી પૈસા આપીને તેનું માંસ લાવ્યા છીએ. તેથી શાકભાજીની જેમ તે માંસને ખાવામાં આપણને કંઈ દોષ લાગતો નથી. બોકડાને મારવાના હિંસક પરિણામ આપણા નથી. માટે આપણને તેવા માંસભક્ષણમાં કોઈ દોષ લાગતો નથી. આવું જે બૌદ્ધ કહે છે તે તેવા જીવનું કેવલ અજ્ઞાન જ છે. ઉલટીબુદ્ધિ જ માત્ર છે તેમનું આ કથન સત્ય નથી સત્યથી સર્વથા વેગળું છે, મૃષાવાદરૂપ છે.
શ્રી સૂયગડાંગસૂત્ર નામના આગમસૂત્રમાં કહ્યું છે કે “સ્થૂલ એવા બોકડાને મારીને ભિક્ષુ સંઘની ભક્તિ કરવાનું જે કહે છે અને બોકડા વગેરે પશુ-પક્ષીને મારીને તે માંસને મીઠુ વગેરે પદાર્થો નાખીને તેલથી વઘારે છે અને મરી મસાલા નાખવા દ્વારા સ્વાદિષ્ટ કરે છે તે સંસ્કારિત કરાયેલા માંસને અનાર્યની જેમ પ્રચુરમાત્રામાં જે મનુષ્યો ખાય છે અને પાપથી જરા પણ અમે લેપાતા નથી આમ જે માને છે તે તેમનું મોટું અજ્ઞાન સૂચવે છે. તેઓની તે અજ્ઞાનદશા જ છે.”
કારણ કે જો મનની માન્યતા હોય ત્યાં જ દોષ લાગતો હોય. તો પોતાની માતાને પણ એક ભોગ્ય એવી આ સ્ત્રી જ છે. આમ ગણીને માતાને ભોગવતાં પણ દોષ લાગવો જોઈએ નહીં. તેથી આવું ઉલટ