________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ભગવાનની આજ્ઞાયોગ વિનાના મનના પરિણામ પણ પ્રમાણ ગણાય નહીં. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે “કોઈ પુરુષ ઉપર અથવા નાના બાળક ઉપર’” આ ખોળનો પિંડમાત્ર જ છે” આવી બુદ્ધિ રાખીને, એટલે કે ખોળનો પરિણામ રાખીને શૂળીથી હિંસા કરવામાં આવે અને તેના માંસને કાઢીને અગ્નિથી પકવવામાં આવે તો તેવું માંસ બુદ્ધને કહ્યું. (બુદ્ધને ખવાય) બુદ્ધને પારણામાં માંસની બુદ્ધિ વિનાનું માંસ કલ્પે. આવું જે બૌદ્ધદર્શન માને છે તે સર્વથા ખોટું છે. આવા પ્રકારની માન્યતા તે બૌદ્ધ વિના બીજા કોઈ ડાહ્યા માણસો ન માને. બુદ્ધિ વિના પણ કરાયેલી હિંસા બીજાના પ્રાણની ઘાતક હોવાથી અવશ્ય દોષ લાગે જ છે.
૭૮
બૌદ્ધ જેમ કહે છે તેમ માનવાથી હિંસાનું ઉત્તેજન જ થાય. પરિણામ પણ કઠોર જ થતા જાય. માટે બૌદ્ધની આ વાત ઉચિત નથી પણ ઘણી ખોટી છે. ।।૨૬।।
“સંઘભગતિ અજમાંસિ કરો, દોષ નહીં તિહાં ઈમ ઉચ્ચરો એ મોટો છઈ તુમ અજ્ઞાન, જોજો બીજું અંગ પ્રધાન ॥૨૭॥
ગાથાર્થ :- બકરાના માંસનો ઉપયોગ કરીને સંઘની ભક્તિ કરો. આમ કરવામાં કોઈ દોષ નથી. આવું તમે જે મુખે બોલો છો તે તમારું મોટું અજ્ઞાન (અણસમજ, ભૂલભરેલું જ્ઞાન) છે. સૂયગડાંગ નામનું બીજું અંગ જોઈ લેજો. મારા
ટબો :- તથા વોડાનરૂં માંસરૂં સંઘવિસ્તરો છો. अनइं ‘“તિહાં રોષ નહીં”” રૂમ મુવિ નવ્વરો છો. ૫ મોટું તુમ્હારું અજ્ઞાન છું. सूयगडांग सूत्र विचारी जोयो. યત:
-
थूलं उरब्भं इह मारिआणं उद्धिट्ठभत्तं च पप्पइत्ता । तं लोणतेल्लेण उवक्खडित्ता सपिप्पलीयं पकरिंति मांसं ॥
तं भूज्जमाणा पिसियं पभूयं ण ओवलिप्पागु वयं रणं । इच्चेनवाहंसु अणज्जधम्मा अणायरिआ पावरसेसु गिद्धा ॥