________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
તથા વળી “મનુષ્યનું જ માંસ હોય, અથવા મનુષ્યને મારીને તેનું જ ભોજન કરાય ત્યારે “આ ખોળમાત્ર છે” આવી બુદ્ધિ રાખીને જો તે માંસભક્ષણ કરે તો કોઈપણ દોષ લાગે નહીં. આમ બૌદ્ધધર્મ કહે છે. કારણ કે ભલે મનુષ્યને મારી નાખેલ છે તેના જ માંસનું ભક્ષણ કરે છે. પરંતુ તેની બુદ્ધિ મનુષ્યને મારવાની કે મનુષ્યના માંસભક્ષણની નથી પરંતુ “આ તો ખોળમાત્ર છે” તે હું ખાઉં છું. આમ ખોળને ખાવાની બુદ્ધિ હોવાથી અને માંસની બુદ્ધિ ન હોવાથી કોઈ દોષ લાગે નહીં. મન ચોખ્યું છે તેથી મનુષ્યને હણવાનો પરિણામ નથી. માટે મનના પરિણામ વિના મનુષ્યને મારીએ અને તેનું માંસભક્ષણ કરીએ તો કોઈ દોષ લાગે નહીં. આ પ્રમાણે બૌદ્ધ જે કહે છે તે બૌદ્ધનું કથન સાચું નથી સર્વથા મિથ્યા છે.
સંસારમાં કોઈપણ માણસ આ વાત ન સ્વીકારે કે મનના પરિણામ વિના કરાયેલી હિંસા કે કરાયેલું માંસભક્ષણ આ નિર્દોષ છે કેવળ એક બૌદ્ધ જ આમ માને પણ જગતમાં કોઈ પણ મનુષ્ય આ વાત ન માને. “તુફા વિUT #ો મારફ" અર્થાત્ બૌદ્ધ જ આ પ્રમાણે માને તેના વિના બીજા કોઈ ન ભાખે. પંચેન્દ્રિય મનુષ્યની હિંસા કરીએ અને હિંસાજન્ય માંસભક્ષણ પણ કરીએ અને કહીએ કે મારું મન હિંસામાં ન હતું તે ખોટો બચાવ છે. આમ કરવાથી જગતના બધા વ્યવહારો લોપાય.
મનના પરિણામ વિના માણસને મારીને તેના માંસથી બૌદ્ધને પારણું કરાવીએ” આ વાત સર્વથા ખોટી છે. મારવાના પરિણામ વિના પણ મારવામાં આવે તો હિંસાના દોષો લાગે જ છે. આપણે હિંસા ન કરીએ પણ બીજો હિંસા કરે અને તેનાથી બનાવેલો આહાર આપણે લઈએ તો પણ તેટલા તેટલા પ્રમાણમાં તે હિંસકને હિંસાનું ઉત્તેજન મળતું હોવાથી હિંસાનો દોષ લાગે જ છે. માટે બૌદ્ધ ભલે આમ માને પણ બીજા કોઈ સુજ્ઞપુરુષો આ વાત ન સ્વીકારે.