________________
૭૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ क्षणनई हिंसा તેથી તે આત્માને તે ક્ષણે અવશ્ય હિંસાનો દોષ લાગે જ છે એમ હું કહું છું.
આ પ્રમાણે જો સમલચિત્તપૂર્વક (મલીન ચિત્તક્ષણપૂર્વક) જે હિંસા કરે છે તેને જ હિંસા લાગે છે. આમ હે બૌદ્ધ ! જો તમે કહેશો તો काययोगइ हाइ, अनई तेहनई प्रशंसई ए बेमां फेर न थवो जोइइ
=
એક જીવ મૃગને મારવાના પરિણામપૂર્વક કાયાથી જીવનો ઘાત કરે છે અને બીજો એક જીવ મૃગને હણતો નથી પરંતુ કોઈ મૃગને હણે, તે જોઈને ખુબ રાજી થાય છે અને હણનારાની અતિશય પ્રશંસા કરે છે. તે બન્ને જીવોને (કાયાથી મૃગની હત્યા કરનારને અને વચનમાત્રથી હિંસાની પ્રશંસા કરનારને આમ બન્ને જીવોને) કર્મનો બંધ સમાન થવો જોઈએ. પરંતુ બંધમાં તફાવત પડવો જોઈએ નહીં.
કારણ કે હિંસા કરનારનું અને વચનમાત્રથી હિંસાનું અનુમોદન કરનારનું એમ બન્નેનું ચિત્ત જો સમલપણે સમાન જ છે અર્થાત્ મલીન જ છે. તેથી જો એકલું સમલ ચિત્તક્ષણને જ કર્મબંધનું કારણ માનશો તો આ બન્નેને સરખો કર્મબંધ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી. માટે કેવળ એકલું સમલચિત્તક્ષણ જ કર્મબંધનું કારણ નથી.
શાસ્ત્રકારભગવંતો કાયાથી હિંસા કરનારાને વધારે બંધ અને વચનથી પ્રશંસા માત્ર કરનારને તેના કરતાં કંઈક ઓછો બંધ થાય એમ ફરમાવે છે. તે તમારા (બૌદ્ધના) કહેવા પ્રમાણે તો જુઠ્ઠું ઠરશે. કારણ કે બન્નેનું મન તો મલીન છે જ. જો એકલું સમલચિત્તક્ષણ જ કારણ માનીએ તો બન્નેને પાપ સમાન લાગવું જોઈએ.
પરંતુ એક કાયાથી જ મન વિના અજાણતાં મૃગ હણાઈ જાય તો ઓછું પાપ અને વચનથી હિંસાની પ્રશંસા કરે તો વધુ પાપ, તથા વચનથી પ્રશંસા કરવાપૂર્વક જાણીબુઝીને કાયાથી મૃગની હત્યા કરે તો તેનાથી