________________
૭૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ બૌદ્ધદર્શનની આ માન્યતામાં કંઈક સૂમ વિચાર કરીએ તો “મૃગમાં પ્રતિસમયે જેમ સદેશક્ષણ થતી હતી તેમ જે સમયમાં વિદેશક્ષણ ઉત્પન્ન થઈ, તે સમયમાં પણ તેમાં પોતાનું ર્વષત્વ = તેવા પ્રકારના પર્યાયને પ્રગટ કરવાપણું છે. એ જ તેમાં કારણ છે. પારધીએ કંઈ વિદેશક્ષણ ઉત્પન્ન કરી નથી. તેથી તેમના મત પ્રમાણે તે પારધી ત્યાં દોષિત ગણાશે નહીં.
જ્યારે પદાર્થમાં સદેશક્ષણને બદલે વિદેશક્ષણ થવાની જ છે. ત્યારે ત્યાં પારધી ઉભો હોય કે બૌદ્ધ ભગવાન ઉભા હોય તો તે મૃગના હિંસક કહેવાશે નહીં. સારાંશ કે તે ક્ષણિકપદાર્થનો એવો સ્વભાવ જ છે કે સદેશક્ષણના આરંભને બદલે વિદેશક્ષણનો હવે આરંભ કરે છે. તેમાં વસ્તુમાં રહેલું વર્તરૂપત્વિ નિમિત્તકારણ બન્યું. પણ પારધી કે ભગવાન કોઈ તે વિસદેશક્ષણનો કર્તા નથી. તેથી કોઈને હિંસક ગણાશે નહીં.
જ્યારે વિદેશક્ષણ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં પારધી અને બૌદ્ધ ભગવાન એમ બને ત્યાં હાજર છે. હવે જો પારધીને હિંસક કહીએ તો બૌદ્ધ ભગવાનને પણ હિંસક કહેવા જોઈએ. અને જો બૌદ્ધ ભગવાન અહિંસક છે તો પારધી પણ અહિંસક મનાવો જોઈએ. આમ અન્વય અને વ્યતિરેક એમ બન્ને વ્યાપ્તિ દ્વારા પારધીની જેમ બૌદ્ધભગવાનમાં પણ શિકારીપણું જ સિદ્ધ થશે અથવા બૌદ્ધભગવાનની જેમ પારધીમાં પણ અહિંસકતા જ સિદ્ધ થશે. માટે બૌદ્ધની જેમ પારધી પણ અહિંસક જ ગણાશે.
શિકારીમાં હિંસકભાવ છે અને તેનાથી જ તે મૃગની હિંસા કરે છે. બૌદ્ધમાં હિંસકભાવ નથી. તેથી તે હિંસક કહેવાતા નથી. આટલી વાત ઉચિત છે. બરાબર છે. પરંતુ મૃગમાં સદેશ અને વિશદેશક્ષણ ઉત્પન્ન થાય છે અને આમ દ્રવ્યની ક્ષણપરંપરા ચાલે છે. આ બધી વાત બૌદ્ધ જે કરે છે તે બરાબર નથી. રજા