________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન अपवित्र थयु, जे माटई व्याधक्षणनी परि ताहरी पणि अनंतरक्षण मृगविसदृशक्षणनो हेतु थयो - "तदुदितः स हि यो यदन्तर" इति न्यायात् । क्षणना अन्वयव्यतिरेक तो सरखा छई, तज्जाति अन्वयव्यतिरेकनुं ग्राहकप्रमाण नथी ॥२४॥
વિવેચન : - હવે કદાચ બૌદ્ધ આવો બચાવ કરે કે “મેં મૃગને માર્યો” અર્થાત્ “મેં હરણને હણ્ય” ત્યાં મૃગ તો ક્ષણિક હોવાથી મરવાનું જ હતું, મારા મારવાથી હણાયું જ નથી. પરંતુ ક્ષણિક વસ્તુઓમાં પ્રતિક્ષણે પૂર્વના ક્ષણને સદેશ જ ક્ષણ (પદાર્થ) ઉત્પન્ન થાય આવો વસ્તુનો સ્વભાવ હોય છે. સદેશ-સદેશ વસ્તુઓને ઉત્પન્ન કરવી એવી જ ક્ષણો ઉત્પન્ન થવી, આવો જ વસ્તુસ્વભાવ હતો. એટલે મૃગમાં પણ પ્રતિક્ષણે સદેશસદેશ નવો નવો મગ ઉત્પન્ન થવો, જોનારાને તો આ તે જ મૃગ છે આમ લાગે પણ બીજો મૃગ છે આવો ભાસ પણ ન થાય. આવો વસ્તુસ્વભાવ હતો.
તેને બદલે શિકારીએ જ્યારે બાણ માર્યું અને હરણ કરાયું ત્યારથી વિસશિક્ષણનો પ્રારંભ થયો અને આવા પ્રકારના વિસશિક્ષણનો પ્રારંભ કરવામાં આવેડી શિકારી નિમિત્તકારણ બન્યો. તેથી જ તેને હિંસક કહેવાશે. સારાંશ કે સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર હોવાથી ક્ષણે ક્ષણે નાશ તો પામે જ છે પણ નાશ પામ્યા પછી સદેશક્ષણધારા=સદેશ સંદેશ વસ્તુ ઉત્પન્ન થતી હતી. તેને બદલે પારધી આદિ વડે બાણ આદિ શસ્ત્ર દ્વારા જીવની હિંસા કરવાથી મૃગાદિને બદલે તેને સ્થાને ગજ-અશ્વબળદ આદિ રૂપે બીજો ભવ (વિસદેશ ક્ષણપરંપરા) ચાલુ થઈ. તેમાં પારધી નિમિત્ત કારણ બન્યો. માટે તે પારધીને હિંસક કહેવાય છે. આ કારણે જ શાસ્ત્રમાં કહ્યું છે કે –
જેની પછી સદેશને બદલે વિદેશક્ષણ (વિજાતીય ક્ષણ) ચાલુ થાય. વિસશિક્ષણનો આરંભ થાય. તેને જ હિંસા કહેવાય છે અને તેવા પ્રકારના વિસદશક્ષણ ઉત્પન્ન કરવામાં જે નિમિત્ત કારણ બને છે તેને હિંસક કહેવાય છે “આવો ન્યાય છે” આમ બૌદ્ધ દર્શન કહે છે.