________________
સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન
૪૩
અવતરણ :- હવે “આત્મા નિત્ય છે” આ બીજું સ્થાન સમજાવવાનું છે. ત્યાં “આત્મા ક્ષણિકમાત્ર જ છે” આ પ્રમાણે બૌદ્ધ જે માને છે તેનું ખંડન તેમાં આવે છે. તેથી આ બીજા સ્થાનની શરૂઆત કરતાં પહેલાં પૂર્વપક્ષરૂપે બૌદ્ધ જે માને છે તે ક્ષણિકવાદ સમજાવે છે ત્યારબાદ તેના ખંડનરૂપે “આત્મા નિત્ય છે” આમ બીજું સ્થાન સમજાવાશે.
“આત્મા નિત્ય છે”
હવે બીજા સ્થાનની ચર્ચા
તેહ કહઇ ક્ષણસંતતિરૂપ, જ્ઞાન આતમા અતિહિ અનૂપ1 નિત્ય હોઇ તો બાધઇ નેહ, બંધન કર્મતણો નહીં છેહ ॥૧૮॥
ગાથાર્થ :- તે બૌદ્ધ કહે છે કે ક્ષણની પરંપરા સ્વરૂપ જે જ્ઞાન છે તે જ આત્મા છે અને અમારી આ વાત જ અતિશય અનુપમ છે. (અર્થાત્ તર્કયુક્ત અને બુદ્ધિમાનોને મગજમાં બેસે તેવી છે.) જો આત્મા નિત્ય હોય તો કાયમ રહેવાનો હોવાથી તેના ઉપર સ્નેહ-પ્રેમ-રતિ થાય અને તે સ્નેહ જ બાધા કરે છે અને કર્મોના બંધનો અંત ક્યારેય આવતો નથી માટે આત્મા નિત્ય છે આ વાત બરાબર નથી. ૧૮
''
ટબો :- તે વૌદ્ધ રૂમ હંફ છઠ્ઠું "अतिहिं अनूप - मनोहर क्षणसंततिरूप जे ज्ञान, तेह ज आत्मा छइं" तथा च तन्मतम्"प्रवृत्तिविज्ञानोपादानमालयविज्ञानमात्मा" प्रवृत्तिविज्ञान - जे नीलाद्याकार ते उपादेय, तेहनो "अहमाकार" उपादान ते आलयविज्ञानरूप आत्मा, रूपभेदइं उपादानउपादेयभाव छई, पणि परमार्थ ज्ञानक्षण छई, एक नित्य आत्मा कोइ छई नहीं.
एक नित्य आत्मा मानई छई, तेहनई मोक्ष वेगलो छइं, जे