________________
સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન
૬૧
પ્રયત્ન કરી શકશે નહીં. કારણ કે બંધાય છે પૂર્વક્ષણવર્તી અન્ય પદાર્થ અને મુક્તિ પામે છે ઉત્તર ક્ષણવર્તી અન્ય પદાર્થ. આમ થવાથી મુક્તિ માટે કોણ પ્રયત્ન કરશે ? અર્થાત્ કોઈ જ નહીં કરે, જેથી આ વાત ન્યાયયુક્ત નથી.
જૈનોએ બૌદ્ધને જે આ દોષ આપ્યો કે બંધ અન્યમાં અને મુક્તિ અન્યમાં થશે જેથી અવ્યવસ્થા થશે. આ દોષનો બચાવ કરતાં બૌદ્ધ દર્શનકારો કહે છે કે બંધજનનશક્તિવાળી ક્ષણ જુદી છે. મોક્ષજનન શક્તિવાળી ક્ષણ પણ જુદી છે. બંધક્ષણ અને મુક્તિક્ષણની વચ્ચે અંતર છે પરંતુ બૌદ્ધની આ વાત બરાબર નથી, કારણ કે આમ માનવાથી તો “જે બંધાયો છે તે મુકાયો છે” આમ કહેવાશે જ નહીં. એટલે કે બંધનું અધિકરણ અને મોક્ષનું અધિકરણ ભિન્ન ભિન્ન જ થશે. તો કોઈ ડાહ્યો માણસ મોક્ષને માટે પ્રયત્ન કરશે જ નહીં. પોતાના બંધન છુટે નહીં અને બીજાનાં જ બંધન છુટે આવો પ્રયત્ન કોણ કરે ? અર્થાત્ કોઈ ન કરે.
“હું કર્મોથી બંધાયો છું માટે હું મુક્ત થવા પ્રયત્ન કરું” આવી વાત જે સત્ય છે તે બૌદ્ધના મતમાં ઘટતી નથી. માટે બૌદ્ધની આ વાત યોગ્ય નથી.
અહીં બૌદ્ધની સામે કદાચ કોઈ આવો પ્રશ્ન કરે કે અવિદ્યાથી (અજ્ઞાનતાથી) સંસારની પ્રવૃત્તિ થાય, પરંતુ તે જ અવિદ્યાથી (અજ્ઞાનતાથી) મુક્તિની પ્રવૃત્તિ કેમ થાય ? તેનો ઉત્તર આપતાં બૌદ્ધ પોતે આમ કહે છે.
वली कहस्यो મોક્ષપ્રવર્તક જે ધ્રુવત્વની અવિદ્યા છે તે સંસારપ્રવર્તક અવિદ્યાનો નાશક છે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય, તો તે કાંટાને બીજા કાંટાથી જ (સોયથી જ) કઢાય છે. તેમ મોક્ષપ્રવર્તક ધ્રુવત્વની અવિદ્યા જ સંસારપ્રવર્તક અવિદ્યાનો નાશ કરે છે જેમ કાંટાને કાઢવા કાંટો (સોય) જ જોઈએ. તેમ અવિદ્યાને દૂર કરવા બીજી અવિદ્યા
=