________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
સંસાર સંબંધી અવિદ્યા આ આત્માને અનાદિની વળગેલી હતી તેને કાઢવી ખાસ જરૂરી હતી. એટલા માટે જ તેના ઉપાય રૂપે જ મુક્તિની ક્ષણિકપણાની બુદ્ધિનો સહારો લેવામાં આવ્યો હતો, સાંસારિક ક્ષણિકતાની બુદ્ધિનો નાશ થયે છતે આ મુક્તિની ક્ષણિકપણાની બુદ્ધિ તો આપોઆપ જ નાશ પામી જ જાય છે તેને નાશ કરવા તેવો વિશિષ્ટ પ્રયત્ન કરવો પડતો નથી.
બૌદ્ધશાસ્ત્રના અભ્યાસી જીવો આ તો જાણે જ છે કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે” તો પછી મુક્તિ માટે પ્રયત્ન શા માટે કરવો? આવો પ્રશ્ન કદાચ કોઈને થાય. તો તેનો ઉત્તર બૌદ્ધદર્શન આ પ્રમાણે આપે છે કે મુક્તિ તરફ પ્રવૃત્તિ કરાવનાર અવિદ્યાનો વિવર્ત (અવિદ્યાનો વિસ્તાર) જ સંસારના વિષયવાળી મૂળભૂત અવિદ્યાનો નાશ કરે છે. કાંટાને કાંટો જ દૂર કરી શકે છે તેમ અહીં મુક્તિ તરફની અવિદ્યા જ સંસારિક અવિદ્યાનો વિનાશ કરે છે. આમ બૌદ્ધદર્શન કહે છે. પરંતુ વાસ્તવિક આમ નથી. કારણ કે જો આમ જ હોય તો દેવદત્ત યજ્ઞદત્તના મોક્ષક્ષણના જનન માટે પ્રયત્ન કેમ ન કરે ! પરંતુ બીજા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. તેમ બીજા ક્ષણનો આત્મા ભિન્ન પદાર્થ છે. તેથી તે પ્રયત્ન કેમ કરે? માટે બૌદ્ધદર્શનનું આ કહેવું વ્યાજબી નથી.
હવે બૌદ્ધ જો એમ કહે કે બંધજનનશક્તિ અને મોક્ષજનનશક્તિ આ બને શક્તિ એક જ શક્તિરૂપ છે આમ જો કોઈ બૌદ્ધ કહે તો તેનું આમ કહેવું ઉચિત નથી. કારણ કે આમ કહેવાથી શક્તિ બેક્ષણસ્થાયી થવાથી ધ્રુવ એવું આત્મદ્રવ્ય જ સિદ્ધ થઈ જાય છે જે વાત બૌદ્ધોને માન્ય નથી. માટે આવો બચાવ પણ બૌદ્ધ માટે ઉચિત નથી.
હવે આમાંથી બચવા માટે કદાચ બૌદ્ધ આવી દલીલ કરે કે અહીં ર્વપત્ર નામનું કારણ માની લેવું જોઈએ. સારાંશ કે જેમ નિશ્ચયનય ક્રિયાકાલ અને નિખાકાલ એકસમયમાં સાથે જ માને છે. તેમ જે ક્ષણમાં