________________
સમ્યક્ત જસ્થાન ચઉપઈ મત પ્રમાણે ક્ષણિક હોવાથી સર્વથા નાશ જ પામી ગયો છે. ઉત્તરસમયમાં તે મૃત્યિંડનો એક પણ કણ છે જ નહીં તો ઘટ બને શેમાંથી ? તેમ પૂર્વેક્ષણવર્તી જ્ઞાનક્ષણ સર્વથા નાશ જ પામી ગઈ. તો ઉત્તરક્ષણવર્તી જ્ઞાનક્ષણ જન્મે કોનામાંથી ? અને કઈ જ્ઞાનક્ષણ જન્મે ! તેનું નિયમન કેમ રહે? આવા પ્રકારના ઘણા દોષો આવે છે માટે જ સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. આવા પ્રકારના ક્ષણિક વિચારવાળો બૌદ્ધમત યુક્તિયુક્ત નથી. રરો
અવતરણ - બંધક્ષણ અને મોક્ષક્ષણ સમાન નથી. એકક્ષણ બંધાવા સ્વરૂપ અને બીજીક્ષણ મુકાવા સ્વરૂપ છે. બન્ને સમાન ન હોવાથી અહીં (સંસ્કાર થવારૂપ) વાસના પણ ઘટતી નથી. પરંતુ બંધાવા રૂપ પર્યાય અને છુટવારૂપ પર્યાય આમ બને પર્યાયોના આધારભૂત આત્મદ્રવ્ય એક જ છે આમ સિદ્ધ થાય છે અને આ વાત પોતાના મતનો કદાગ્રહ ત્યજીને બૌદ્ધ સ્વીકારી લેવી જોઈએ.
તથા બૌદ્ધ એમ માને છે કે કોઈ એકક્ષણ તેના પછીના ઉત્તરક્ષણનું ઉપાદાનકારણ છે અને તે જ પ્રથમનું એકક્ષણ અન્ય કાર્યો પ્રત્યે નિમિત્તકારણ છે. આ રીતે પ્રથમક્ષણ ઉપાદાનકારણ પણ છે અને નિમિત્તકારણ પણ છે. છતાં ક્ષણ તેનો તે જ છે, ક્ષણમાં ભેદ નથી. તેની જેમ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાય વચ્ચે પર્યાયભેદ હોવા છતાં પણ દ્રવ્યની અપેક્ષાએ એકતા છે, ભેદ નથી. કારણ કે તે દ્રવ્ય અખંડ-એકરૂપ અને ધ્રુવ છે. આમ બૌદ્ધદર્શને માનવું જોઈએ. આ વાત બૌદ્ધને સ્વીકારવાની ભલામણ કરતાં ગ્રન્થકારશ્રી કહે છે કે - ઉપાદાન-અનુપાદાનતા, જો નવિ ભિન્ન કરઈ ક્ષણ છતા! પૂરવ-અપરપાંચઈ ભેદ,
તો નવિ દ્રવ્ય લહઈ ત્યજિ ખેદ ૨૩ll