________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૫૯ એક જ શક્તિ છે આમ કહેવું જોઈએ નહી. બંધક્ષણ અને મોક્ષક્ષણને એક કહો તે મોટી ભૂલ છે. /ર ૨
cो :- सदृशक्षणनो जे आरंभ, तेह ज वासना, इम कहवं ते मोटु कपट छइ, जे माटइं बंध-मोक्षनां क्षणो सरखां नथी. तो "जे बंधाई, ते ज मुकाई" इम न कहिउं जाई । तिवारइं मोक्षनइं अर्थि कुण प्रवर्तई ?
वली कहस्यो “जे बंधजननशक्तिवंत क्षण जुआ छई, मोक्षजननशक्तिवंत क्षण जुआ छइं, बद्ध छइ ते एकत्वाध्यवसितमोक्षजनक क्षणसंपादनार्थ अविद्याइं ज प्रवर्तई छई । मोक्षप्रवर्तकअविद्याविवर्तसंसारमूलाविद्या नाशक छइं." हरति कण्टक एव हि कण्टकम् (अध्यात्मप्रबंध 3 अघिडा२ ११, २९१५) इति न्यायात् । तो देवदत्त यज्ञदत्तना मोक्षक्षणजननार्थ किम न प्रवर्तइं ।
बंधमोक्षक्षणजनक एक शक्ति तो तइं न कही जाइं इम तो आत्मद्रव्य सिद्ध थाइ ।
कुर्वदूपत्वजाति मानतां सांकर्य थाइं । कारणनई कार्यव्याप्यता छई ते माटई एकदा उभयक्षण थया जोइइं । एक एक क्षणनइं भिन्न शक्तिमांहिं घाततां निर्धार न थाइं, ते मार्टि ए सर्व शक्तिकल्पना झुठी जाणवी ॥२२॥
વિવેચન :- બૌદ્ધદર્શનકારો “ક્ષણજ્ઞાનસ્વરૂપ આત્મા છે” આમ માને છે. પરંતુ તેનાથી અતિરિક્ત અને ક્ષણક્ષણના જ્ઞાનના આધારભૂત સમવાધિદ્રવ્યરૂપે અતિરિક્ત નિત્ય આત્મદ્રવ્ય માનતા નથી. આમ આત્માને ક્ષણિક માનતા હોવા છતાં બંધવાળી અવસ્થાથી છુટીને મુક્ત થવા માટેનો ઉપદેશ સતત આપતા જ હોય છે અને તે બૌદ્ધ પોતાની વાતને વધારે સંગત કરવા માટે કહે છે કે -