________________
૫૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ પ્રવર્તક-નિવર્તક છે. માટે સવિકલ્પકજ્ઞાન જ વિશેષાવસ્થાવાળું હોવાથી તેને જ પ્રમાણ માનવું જોઈએ.
સવિકલ્પકશાનને જો પ્રમાણ માનો તો તેમાં દ્રવ્ય અને પર્યાય એમ બન્ને ભાવો આવે જ. કારણ કે આ વિષયનો જે વિકલ્પ થયો તે પર્યાય છે તે વિષયના થયેલા વિકલ્પના આધારભૂત જે પદાર્થ છે તે દ્રવ્ય છે. દ્રવ્ય વિના પર્યાય ન હોય અને પર્યાય વિના દ્રવ્ય ન હોય. માટે આત્મામાં પ્રગટ થતા જ્ઞાનપર્યાયને જો સ્વીકારો છો તો તે ક્ષણ-ક્ષણના પ્રગટ થતા જ્ઞાનપર્યાયના આધારભૂત દ્રવ્યને પણ પ્રમાણ માનવું જોઈએ. કારણ કે દ્રવ્ય વિના પર્યાયો સંભવતા જ નથી. તેથી પર્યાયોની જેમ તેના આધારભૂત દ્રવ્યને પણ પ્રમાણભૂત પદાર્થ તરીકે સ્વીકારવો જોઈએ.
આ રીતે જો ક્ષણ-ક્ષણના પર્યાયો સત્ય છે તો પછી તે પર્યાયોના આધારભૂત દ્રવ્યને પણ પ્રમાણભૂત સત્ય તરીકે માનવું જોઈએ. આ દ્રવ્ય તે પર્યાયોની સાથે સંકળાયેલું છે તેથી કથંચિત્ નિત્ય છે આમ માનવું જોઈએ. પૂર્વેક્ષણોમાં રાગ-દ્વેષાદિ ભાવ કરવાથી જે જીવ કર્મોથી બંધાય છે તે જ જીવ પાછલા ક્ષણોમાં રાગ-દ્વેષના વિરોધીભાવો (વૈરાગ્યસમતા) આદિને સેવવાથી મુક્તિભાવને પામે છે આમ જીવ એ ધ્રુવદ્રવ્ય માનવું અને તેના જ બંધમોક્ષ પર્યાયો થાય છે. આમ માનવું તે જ ઉચિત છે. નિર્દોષ છે. અને યુક્તિસિદ્ધ અર્થ છે. ર૧ સરખા ક્ષણનો જે આરંભ, તેહ વાસના મોટો દંભ | બંધ-મોક્ષ સરખા નહીં, શક્તિ એક નવી જોઈ કહી રશા
ગાથાર્થ :- “સમાન ક્ષણનો જે આરંભ થાય છે. તેને જ વાસના કહેવાય છે” આવું જે બૌદ્ધનું કહેવું છે તે મોટો દંભ છે. (અર્થાત આવું કથન કરવું તે મોટી માયા-કપટ-જૂઠ છે, કારણ કે બંધ અને મોક્ષ ક્યારેય સરખા નથી તથા બંધક્ષણની અને મોક્ષક્ષણની શક્તિને પણ આ