________________
સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન
૫૭
ઈન્દ્રિયની સાથે જ્યારે વિષય સંપર્કમાં આવ્યો. ત્યારે તે વિષયનું “આ કંઈક છે” આવા પ્રકારનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે તે અસ્પષ્ટ જ્ઞાન જ નિર્વિકલ્પક છે અને તેવું નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રમાણભૂત છે. કારણ કે તેમાં વિષયનો સ્પષ્ટ બોધ ન હોવાથી રાગ-દ્વેષાદિ વિકારો થતા નથી. પરંતુ તે નિર્વિકલ્પક જ્ઞાન થયા પછી જ્યારે સવિકલ્પકજ્ઞાન થાય છે અને આ ઘટ છે આ પટ છે” અથવા “આ સર્પ છે આ શત્રુ છે' ઈત્યાદિ વિકલ્પોવાળું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે ઘટ-પટ જોઈને રાગ અને સર્પ-શત્રુ જોઈને દ્વેષ થાય છે તેથી સવિકલ્પકજ્ઞાન રાગ-દ્વેષ કરાવનાર છે માટે અપ્રમાણ છે.
નિર્વિકલ્પકજ્ઞાનમાં તે તે સમયનો વર્તમાન પર્યાય જે દેખાય છે. ભૂત-ભાવિના પર્યાયો દેખાતા નથી. તથા તે તે પર્યાયોમાં અન્વયરૂપે કોઈ દ્રવ્ય હોય. આમ પણ દેખાતું નથી તેથી રાગ-દ્વેષાદિ ભાવો થતા નથી. માટે નિર્વિકલ્પકજ્ઞાન જ પ્રમાણભૂત છે. સવિકલ્પકજ્ઞાન રાગાદિ કરાવનાર છે માટે તે પ્રમાણ નથી. આમ બૌદ્ધદર્શનનું કહેવું છે.
બૌદ્ધદર્શને કહેલી આ સઘળી વાત સત્ય નથી. અર્થાત્ ખોટી છે. કારણ કે જે નિર્વિકલ્પકજ્ઞાન થયા પછી સવિકલ્પકજ્ઞાન થાય તે જ નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ છે. આમ બૌદ્ધની માન્યતા છે. સર્વે પણ નિર્વિકલ્પકજ્ઞાનને બૌદ્ધો પ્રમાણ માનતા નથી તેનો અર્થ જ એ થયો કે પાછળ થનારા સવિકલ્પક જ્ઞાનથી જ આ નિર્વિકલ્પકજ્ઞાનમાં પ્રમાણતા આવે છે.
સવિકલ્પકજ્ઞાન હેય-ઉપાદેયના વિષયોમાં ત્યાગ અને ગ્રહણની બુદ્ધિ કરાવે છે જ્ઞાન ક્યારેય રાગ-દ્વેષાદિ કરાવતું નથી. જ્ઞાન એ તો આત્મગુણ છે જો જ્ઞાન રાગ-દ્વેષાદિ કરાવતું હોય તો સર્વજ્ઞપરમાત્માને સૌથી વધારે રાગ-દ્વેષાદિ થાય અને તેથી તે વીતરાગ રહે જ નહીં, પણ આમ બનતું નથી. માટે રાગ-દ્વેષ થવા એ તો વિકારીભાવજન્ય પર્યાય છે પણ જ્ઞાનજન્યપર્યાય નથી. ઉલટું સવિકલ્પકજ્ઞાન જ હિતાહિતમાં