________________
૪૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ પછી ભવ જ નથી તો પછી દેવું થાય તેની ચિંતા શા માટે કરવી? આ પ્રમાણે ચાર્વાકદર્શન માને છે.
તેના મત પ્રમાણે ઈન્દ્રિયોથી જે દેખાય છે તે જ સુખદુઃખ છે. આગળ-પાછળ કોઈ ભવ જ નથી. આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય જ નથી કે જે ભવાન્તરમાં જાય. આત્મા જેવું સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી કે ભવાન્તરગામી હોય. માટે જેટલું સુખ ભોગવી શકાય તેટલું સુખ ભોગવી લેવું. દુઃખ જરા પણ ભોગવવું નહીં પૂર્વભવ કે પરભવ છે જ નહીં તો તેની ચિંતા શા માટે કરવી? “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” આવો જ જાય છે તેથી દેહ ભસ્મીભૂત થયા પછી આવવાનું જ ક્યાં છે? માટે પરભવની ચિંતા શા માટે કરવી ? “આત્મા નથી” ખાઓ, પીઓ અને મજા કરો. ચોરી કરીને પણ ધન મેળવો અને લહેર કરો. આમ ચાર્વાકદર્શન માને છે.
તે ચાર્વાકમતનું આ ગાથા સુધીમાં ખંડન કર્યું કે “આત્મા નથી એમ નહીં પણ “આત્મા છે” આ આત્મા ભવોભવમાં આવ-જા કરે છે. જન્મ-મરણ પામે છે. પૂર્વભવના સુસંસ્કારોથી ઉત્તરભવમાં ઘણું કરીને તેને અનુરૂપ ભવ પ્રાપ્ત કરે છે. માટે જ સ્તનપાનની પ્રવૃત્તિ જન્મ થતાં જ ઘટે છે, તેથી ભવાન્તર છે. આત્મા નામનું સ્વતંત્ર દ્રવ્ય છે. આ વાત સિદ્ધ કરી. અહીં પ્રથમ સ્થાન સમાપ્ત થાય છે.
09 “નાસ્તિકમતનું ખંડન-મંડન સમાપ્ત”
માત્મા છે' આ પ્રથમ સ્થાન સમાપ્ત I૧૭ની