________________
૪૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ક્યારેય પણ કર્મબંધનો અંત આવશે નહીં તે માટે આત્માને ક્ષણિક છે આમ જ માનવું ઉચિત છે. તેથી આત્મા ક્ષણિક જ છે અને જ્ઞાનક્ષણ એ જ આત્મા છે. આમ જ માનવું હિતાવહ અને યુક્તિયુક્ત છે. આ પ્રમાણે બૌદ્ધનું કહેવું છે.
જે જે વસ્તુઓ ક્ષણિક છે અર્થાત્ ક્ષણમાત્ર રહેનારી છે તેના ઉપર રાગ થતો નથી. કદાચ અલ્પમાત્રાએ રાગ હોય તો પણ તે ધીરે ધીરે નાશ જ પામતો જાય છે. જેમકે યાત્રાર્થે કોઈ તીર્થમાં ગયા હોઈએ અને ધર્મશાળાની સારી રૂમમાં ઉતર્યા હોઈએ તો પણ બે-ચાર દિવસ જ રહેવાનું છે, કાયમી રહેવાનું નથી. આવો ખ્યાલ હોવાથી તે રૂમમાં મમતા-રાગ થતો નથી. આ વાત અનુભવસિદ્ધ છે તેની જેમ ક્યારેક ક્ષણિકસુખ મળ્યું હોય તો તે સુખ ક્ષણવાર પછી ચાલ્યું જ જવાનું છે અથવા ભોગવનારો જીવ ચાલ્યો જવાનો છે. એટલે તેના ઉપર રાગ થતો નથી. આ પ્રમાણે રાગાદિ ન થવાથી પ્રવૃત્તિવિજ્ઞાન ધીરે ધીરે નાશ પામવાથી આ આલયવિજ્ઞાન જ કેવળ રહે છે જે મુક્તિ અપાવનાર બને છે. આમ બૌદ્ધદર્શનનું કહેવું છે. તેથી આત્મા ક્ષણિકમાત્ર જ છે આમ માનવું ઉચિત છે. પણ જૈનદર્શન વગેરે કહે છે તેમ આત્મા નિત્ય છે. આ વાત બરાબર નથી આ પ્રમાણે બૌદ્ધદર્શન કહે છે. ૫૧૮)
અવતરણ :- કેવળ એક આત્મા જ ક્ષણિક છે આમ નથી. પરંતુ સર્વે પણ વસ્તુઓ ક્ષણસ્થાયી માત્ર જ છે. ક્ષણમાત્ર રહીને વિનાશ જ પામનાર છે. અધિકકાળ રહેનારી કોઈપણ ચીજ નથી. આ પ્રમાણે બૌદ્ધ પોતાની વાતને વધારે મજબૂત કરતાં કહે છે કે -
સર્વભાવ ક્ષણનાસી સર્ગ આદિ-અંતનો એક નિસર્ગ । ક્ષણિકવાસના દિઈ વૈરાગ
સુગત જ્ઞાન ભાખઈં વડભાગ ||૧૯૪॥