________________
૫૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ છે. ત્યારે તેને કોના ઉપર રાગ અને દ્વેષ થાય? અર્થાતું ક્યાંય રાગદ્વેષ ન થાય. આમ સર્વે પણ વસ્તુઓને ક્ષણિક જાણવાથી કોઈ વસ્તુ ચાલી જાય, ખોવાઈ જાય, ભાંગી-તુટી-ફૂટી જાય અથવા કોઈપણ વસ્તુ આવી જાય તો પણ આ જીવને તે વસ્તુઓ પ્રત્યે પ્રીતિ કે અપ્રીતિ (રાગ કે દ્વેષ) થશે જ નહીં. વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ અને શોક થશે નહીં. સર્વે પણ વસ્તુઓ ક્ષણભંગુર જ છે. આમ જીવ જાણે છે જેથી રાગ-દ્વેષ ન થવાથી આ જીવ આત્મકલ્યાણ પ્રાપ્ત કરી શકે છે. માટે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે આમ જ માનવું ઉચિત છે.
પૂજ્યપાદ ભાવેદેવસૂરીશ્વરજી મહારાજશ્રીએ બનાવેલા પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રમાં શ્લોક ૭૧૭ માં કહ્યું છે કે -
“અનિત્યતા વડે સંસ્કાર પામેલી છે મતિ જેની એવો બૌદ્ધ પોતાની માળા કરમાય તો પણ શોક કરતો નથી. કારણ કે અનિત્યતાની બુદ્ધિ છે એટલે સર્વે પણ વસ્તુઓ જવાની જ છે. આવું ધ્યાન હોવાથી શોક કરવાનો રહેતો જ નથી. પરંતુ જો નિત્યતાની બુદ્ધિના સંસ્કાર હોય તો માટીનું નાનું વાસણ ભાંગી-તુટી-ફુટી જાય તો પણ અવશ્ય શોક
થાય.
જ્ઞાની મહાત્માઓનાં આવા પ્રકારનાં વચનો છે કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે, ક્ષણમાત્ર જ રહેનારી વસ્તુઓ છે. પછી અવશ્ય નાશવંત જ છે.” આમ સ્વીકારવું માનવું જોઈએ. આ પ્રમાણે મહાભાગ્યશાળી એવા સુગત એટલે બૌદ્ધ ભગવાન કહે છે. તે બૌદ્ધભગવાનનું જ્ઞાન કહે છે કે “સર્વે પણ પદાર્થો ક્ષણિકમાત્ર છે સર્વ ક્ષનિવેમ્” આ પ્રમાણે બૌદ્ધદર્શનનો સિદ્ધાન્ત છે. ./૧લા
અવતરણ - સર્વે પણ વસ્તુઓ “ક્ષણિક માત્ર જ છે” આમ માનવાથી જ મોહદશાનો નાશ થાય છે અને તેનાથી પરંપરાએ આ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે ક્ષણિકપણાના સંસ્કારથી મોહ તો નાશ