________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૫૩ मानिइं, तो बंध-मोक्ष न घटइं, “जे बंधक्षण, ते मोक्षक्षण नहीं, जे मोक्षक्षण ते बंधक्षण नहीं,"
अने जो इम कहस्यो “वासना एक छहीं तो मन शुभ करी विचारो
"पूर्वापरज्ञानक्षणअनुगत जे एकवासना कहो छो, तेह ज स्वभावनियत "आत्मद्रव्य" छई, अनइं जो कहस्यो कि “वासनाबुद्धि" मात्र कल्पित छई, परमारथई नथी, तो परापरर्यायनो एक आधार ते कूण ? ज्ञानक्षणनई नानाकारयोगित्वनो विरोध नथी, तो द्रव्यनइं नानाक्षणयोगित्वनो स्यो विरोध ? पर्याय छतां अनुभवीइं छइं, तिम द्रव्य पणि छतुं अनुभविइं छई । निर्विकल्पबुद्धि तो विकल्पबुद्धिप्रमाण छइं,
“यत्रैव जनयेदेनां, तत्रैवास्याः प्रमाणता"
(सिद्धिविनिश्चयटीकायाम्) इति वचनात् । अनइं निर्विकल्प बुद्धयुत्तरविकल्पबुद्धि तो द्रव्यपर्याय २ भासइ छइ, माटई ज्ञानादिपर्याय सत्य छइ, तो तदाधार आत्मद्रव्य पहलां सत्य करी मानवें ॥२१॥
વિવેચન :- ગાથા નંબર ૧૮-૧૯-૨૦માં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સઘળું ય મિથ્થારૂપ છે. કારણ કે ક્ષણિકજ્ઞાન રૂપ આત્મા જો માનીએ તો બંધ-મોક્ષ ઘટતાં જ નથી. ક્ષણિકજ્ઞાનરૂપ આત્મા માનવાથી બંધ-મોક્ષ કેમ ઘટતાં નથી ? તે સ્પષ્ટપણે સમજાવે છે કે -
“ક્ષણિકજ્ઞાનરૂપ આત્મા છે' આમ માનવાથી જે બંધક્ષણ છે તે જ મોક્ષક્ષણ થશે અને જે મોક્ષક્ષણ છે તે જ બંધક્ષણ થશે. પરંતુ આ અર્થ બરાબર નથી. કારણ કે જે ક્ષણે બંધ થાય તે જ ક્ષણે તેની મુક્તિ म थाय ?
આત્માને કર્મનું બંધન છે તેના જ કારણે આ સંસાર છે જે ક્ષણે