________________
સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન
૫૧ થાય જ છે. જો નિત્યપણાના સંસ્કાર કરવામાં આવે તો મોહની વૃદ્ધિ થાય. તેથી ક્યારેય મોક્ષ થાય નહીં. માટે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે” આવી ક્ષણિકપણાની વાસના જ મોહનો નાશ કરાવનાર છે. આ વાસના જ મોહનો નાશ કરાવવા દ્વારા મુક્તિનું કારણ બને છે. આ વાતને વધારે-વધારે મજબૂત કરતાં બૌદ્ધ કહે છે કે - રાગાદિક વાસના અપાર, વાસિતચિત્ત કહિઓ સંસારી ચિત્તધારા રાગાદિક હીન, મોક્ષ કહઈ જ્ઞાની પરવીન Il૨ના
ગાથાર્થ :- રાગ-દ્વેષ અને મોહ-ઈત્યાદિ વાસનાઓથી વાસિત ચિત્તને જ સંસાર કહેવાય છે અને રાગાદિકથી (રાગ-દ્વેષ-મહાદિથી) રહિત ચિત્તધારાને જ મોક્ષ કહેવાય છે. આવું પ્રવીણ (ચતુર અર્થાત નિપુણ એવા) જ્ઞાની પુરુષ (બૌદ્ધ) કહે છે. /૨oll રબો : ચિત્તમેવ દિ સંસાર, રવિ વર્તેશવાસિતમ્ |
तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥
(અધ્યાત્મિસાર પ્રવંધ ૬, fધવાર ૨૮, સ્નોવા ૮૩) निरुपप्लवा चित्तसन्ततिरपवर्गः इति मोक्षलक्षणम् ॥२०॥
વિવેચન :- આ શ્લોકમાં સંસાર અને મોક્ષની બૌદ્ધમતને અનુસાર વ્યાખ્યા કરવામાં આવી છે.
(૧) રાગ-દ્વેષ અને મોહાદિ ક્લેશોથી વાસિત એવું જે ચિત્ત તે જ સંસાર છે અને
(૨) રાગ-દ્વેષ અને મોહાદિ ક્લેશોથી વિશેષપણે મુક્ત બનેલું છે ચિત્ત તેને જ ભવાન્ત અર્થાત્ મોક્ષ કહેવાય છે. કારણ કે ઉપદ્રવવાળી જે ચિત્તસંતતિ છે તે જ સંસાર છે અને ઉપદ્રવરહિત જે ચિત્તસંતતિ છે તે જ મોક્ષ છે. આમ બૌદ્ધદર્શનના જ્ઞાનીઓ કહે છે.