________________
૪૯
સમ્યક્ત્વનાં બીજા સ્થાનનું વર્ણન
હોવાથી ત્યાંથી પણ ફરી બે વર્ષ રહેશે. આમ બે બે વર્ષ રહેવાનો સ્વભાવ માનવાથી વસ્તુ ધ્રુવ જ માનવી પડે. એટલે સર્વે પણ વસ્તુઓ કલ્પાન્ત સુધી રહેનારી જ થાય છે. આમ માનવું પડે. જેથી સર્વે પણ વસ્તુઓને નિત્ય જ છે આમ જ માનવાની આપત્તિ આવે અને નાશ પામતી તો દેખાય જ છે. માટે બે વર્ષના અંતે નાશ દેખાય છે. તેથી આ નાશસ્વભાવ પ્રથમસમયથી જ હોવો જોઈએ, તેથી પ્રત્યેક ક્ષણે આ સ્વભાવ હોવાથી પ્રત્યેક ક્ષણે વસ્તુ નાશ પામે જ છે. આમ માનવું જોઈએ. નાશ પામવાનો સ્વભાવ હોવાથી તે વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે જ છે. માટે ક્ષણિક જ છે. આ વાત જ નિર્વિવાદ સત્ય છે.
તથા જો વસ્તુને નિત્ય માનીએ તો સદાકાળ વસ્તુ રહેનારી થશે અને આત્મા જેમ ધ્રુવ સિદ્ધ થશે તેમ આત્મા વડે ભોગ્ય વસ્તુઓ પણ તાવત્કાલસ્થાયિ હોવાથી નિત્ય થશે. ભોક્તા એવો જીવ અને ભોગ્ય એવી ગૃહાદિ વસ્તુઓ નિત્ય માનવાથી દિન-પ્રતિદિન રાગ જ વધશે. ક્યારેય પણ વૈરાગ્ય થશે જ નહીં. માટે આ પ્રમાણે ધ્રુવપણાની બુદ્ધિ મોક્ષની બાધક થાય છે. તેથી આત્મા આદિ સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે આમ જ માનવું ઉચિત છે. એક ક્ષણમાત્ર જ વસ્તુ રહેનારી છે. આમ માનવાથી ક્યાંય રાગ થાય નહિ અને આ જીવનું અવશ્ય કલ્યાણ
થાય.
આ પ્રમાણે આત્મા આદિ સર્વે પણ વસ્તુઓ ક્ષણિકમાત્ર છે આવું જ્ઞાન થવાથી ક્યાંય રાગ થશે નહીં અને રાગ ન થવાથી ક્યાંય દ્વેષ પણ ન થાય. આમ રાગ-દ્વેષનો અભાવ થવાથી આ આત્મા કલ્યાણ પામે, શુદ્ધસ્થિતિ પામે. ક્ષણિક આત્મજ્ઞાનની વાસના થવાથી આ સંસાર ઉપર અને સંસારી ભાવો ઉપર મોહ તુટી જશે અને વૈરાગ્યની વૃદ્ધિ થશે તેથી ક્ષણિક વસ્તુ છે. આમ માનવું જ હિતકારી છે.
સર્વે પણ વસ્તુઓને ભોગવનારો આત્મા જ જો ક્ષણિક છે આવું જ્યારે આ જીવે જાણ્યું ત્યારે આ જીવને કોઈપણ વસ્તુ ઉપર મોહ રહેશે નહીં. જો સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે. આમ જ્યારે આ જીવે જાણ્યું