________________
४०
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ હવે કદાચ અહીં કોઈ એવું કહે કે “પંડિત પુરુષો તપ-જપસંયમ અને સાધના આદિ જે જે ધર્મનાં કાર્યો કરે છે તે માત્ર લોકરંજનના કાજે જ (લોકો કેમ ખુશી રહે તે માટે જ) કરે છે. પણ પુણ્ય-પાપ જેવાં કર્મોના ગ્રહણ-અગ્રહણ માટે કરતા નથી. ફક્ત લોકરંજન માટે જ તે ધર્માચરણ કરે છે. આવો જો કોઈ બચાવ કરે તો તે બચાવ બરાબર નથી.
કારણ કે એક નાની કોડી લેવા માટે બહુમૂલ્યવાળું કિંમતી રત્ન કોણ વેચે ? અર્થાતુ કોઈ ન વેચે. લોકરંજન કરવું કે કરાવવું તે બે ઘડી પુરતું જ સુખ છે. પરિણામે સુખની માત્રા ક્ષણિક છે તેથી ૧ કોડીમાન છે અને જીવન ચાલે ત્યાં સુધી સંયમ પાળવું, તપ કરવું, કઠોર ઉપસર્ગપરિષદો સહન કરવા તે ધર્માચરણ રત્નસમાન છે. જેમ ૧ નાની કોડી માટે કોઈ રત્ન વેચે નહીં. તેમ ક્ષણમાત્રના લોકરંજનના સુખ માટે જીવનપર્યન્તની ધર્મસાધના કોઈ કરે નહીં, સારાંશ કે ક્ષણિક લોકરંજનના સુખ માટે કિંમતી રત્નતુલ્ય સંયમસાધના કોઈ બુદ્ધિશાળી માણસ વેચે નહીં (સંયમ સાધનાનું કામ કરે નહીં). [૧]
અવતરણ :- ઉપરોક્ત ચર્ચાથી જે ફલિતાર્થ નિકળે છે તે સમજાવે
આતમસત્તા ઇમ સદ્દહો, નાસ્તિકવાદે મન મત કરો ! નિત્ય આત્મા, હવઇ વરણનું, ખંડી બોદ્ધતણું મત નવું II
(નાસ્તિકવાદી ગત ) I૧oll ગાથાર્થ - આ પ્રમાણે આત્માની સત્તા (એટલે કે આત્મા છે જ, આમ) સ્વીકારો, પણ નાસ્તિકવાદમાં મનને વાળશો (જોડશો) નહી, (અહીં “આત્મા છે” આ પ્રથમ સ્થાન સમાપ્ત થાય છે.) હવે “આત્મા