________________
૩૮
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ લોકોના પગ નીચે પગથીયાં રૂપે ચગદાય છે અથવા કોઈ કોઈ પત્થર ખેતરોમાં અને રસ્તામાં રજળે છે તો તે પત્થર (અજીવદ્રવ્ય હોવાથી) પુણ્ય-પાપકર્મવાળું નથી. છતાં સ્વાભાવિકપણે જ પૂજા અને નિન્દા પામે છે. તેમ જીવમાં પણ કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. સ્વાભાવિકપણે જ સુખી દુઃખી થાય છે પરંતુ પુણ્ય-પાપ જેવું કોઈ તત્ત્વ નથી. આમ માનીએ તો શું દોષ આવે? આવો કોઈ પ્રશ્ન કદાચ કરે તો?
ઉત્તર :- આ પ્રશ્ન બરાબર નથી. પાષાણ અજીવ છે અચેતન છે માટે પાષાણમાં (નિર્જીવ હોય ત્યારે) સ્વભાવ કારણ છે. જો કે તેમાં પણ પ્રથમ ઉત્પન્ન થયેલા પૃથ્વીકાય જીવનો પુણ્ય-પાપનો ઉદય અવશ્ય કારણ છે જ. તો પણ નિર્જીવ અવસ્થામાં ધારો કે સ્વભાવમાત્ર કારણ છે. અને જીવમાં કર્મચેતનાથી કરાયેલો ભોગચેતનાવાળો પરિણામ કારણ છે. આ પ્રમાણે એકમાં સ્વભાવ અને બીજામાં ભોગચેતનાનો પરિણામ કારણ છે. એમ કારણભેદથી જ આ કાર્યભેદ થાય છે. નિરર્થક કે નિષ્કારણ આવો ભેદ બનતો નથી. તેથી તેમાં જેમ ભેદ છે તેમ આ સંસારમાં પણ સુખદુઃખની પ્રાપ્તિમાં પણ નિષ્કારણતા નથી. પરંતુ કારણભેદ અવશ્ય છે જ. તેથી તેમાં જે કારણભેદ છે તે જ પુણ્યપાપના ઉદય રૂપ કારણભેદ અવશ્ય છે. આ પ્રમાણે પુણ્ય-પાપ નામના બે કર્મોની સિદ્ધિ થાય છે. I૧પા
અવતરણ - પુણ્ય અને પાપ એમ બે પ્રકારનાં કર્મોની સિદ્ધિ માટે બીજી પણ યુક્તિ જણાવતાં ગ્રીકારશ્રી કહે છે કે – નિષ્ફલ નહીં મહાજનચત્ન, કોડી કાજિ કુણ વેચઇ રત્ના કષ્ટ સહિ તે પરમાર્થી (ધરમારથી),
માનો મુનિજન પરમારથી IIના