________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૩૭ સુખી થાય છે. બીજું બાળક દુઃખી થાય છે એક બાળક શરીરે રોગી થાય છે. બીજું નિરોગી થાય છે. એક ધનવાન થાય છે બીજું બાળક મોટું થતાં ધનાદિથી હીન હોવાના કારણે દુઃખી થાય છે. આમ કેમ બને છે? તેનું કારણ વિચારીશું તો સમજાશે કે બાહ્ય કારણો સમાન હોવા છતાં પણ આન્તરિક કારણ (કે જેનું નામ કર્મ છે તે) સમાન નથી. બન્ને બાળકોનાં કર્મ ભિન્ન ભિન્ન છે. માટીના જ બનાવેલા ઘડાઓમાં એક ઘટ કુંભસ્થાપના આદિ ઉત્તમ કાર્યોમાં વપરાય છે અને બીજો ઘટ મદિરા-વિષ્ટા આદિને ભરવામાં વપરાય છે. તેથી આવા પ્રકારની વિષમ સ્થિતિ પ્રાપ્ત થવામાં કોઈક કારણ અવશ્ય છે. આમાં જે કારણ છે તે પુણ્ય-પાપકર્મ જ કારણ છે. બન્ને ઘટમાં ઘટાકારતા (રૂપકાય) સમાન છે. પરંતુ પુણ્ય-પાપના ઉદયસ્વરૂપ કારણનો ભેદ અવશ્ય છે જ. તેથી જ આ ભેદ છે.
શ્રી વિશેષાવશ્યકભાષ્ય નામના મહાગ્રન્થની ગાથા (૧૯૧૩)માં કહ્યું છે કે -
“તુલ્યસાધનવાળા પણ બે પદાર્થોમાં જે વિશેષતા (ભેદ) જોવા મળે છે તે વિશેષતા કારણ વિના સંભવતી નથી. કારણ કે જે આ વિશેષતા (ભેદ) છે તે એક પ્રકારનું કાર્ય છે તે તે કાર્યની પાછળ કારણભેદ હોય તો જ આમ બને. વિશેષતા એ પણ એક કાર્ય છે તેથી તે ઘટની જેમ વિષમકારણતાવાળી વિશેષતા છે. તેમ આ સંસારમાં એક જ માત-પિતા આદિ કારણોથી જન્મેલા બે બાળકોમાં જે સુખીદુઃખી આદિ ભેદ જણાય છે. તે સઘળી પણ વિશેષતાઓમાં પુણ્ય-પાપ નામનું કર્મ એ કારણ છે અને તે પુણ્ય-પાપ એ કર્મ છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૬૧૩).
પ્રશ્ન :- અહીં કદાચ કોઈ આવો પ્રશ્ન કરે કે કોઈ કોઈ પત્થર પરમાત્માની મૂર્તિરૂપે બનીને લોકોમાં પૂજાય છે અને કોઈ કોઈ પત્થર