________________
૨૨ ગાથા-૨ - સમભાવથી મુક્તિ સોળસપ્તતિઃ श्वेताम्बरत्वं च वर्धमानस्वामितीर्थीयश्रमणापेक्षम् । एतावता पञ्चदशसु सिद्धभेदेषु 'जिणअजिणतित्थतित्थेसु' इति गाथोक्तेषु स्वलिङ्गसिद्धा इति भेदो दर्शितः । तत्र स्वलिङ्गे रजोहरणादिरूपे व्यवस्थिताः सन्तो ये सिद्धास्ते स्वलिङ्गसिद्धा इति । तथा 'आशाम्बरः' दिगम्बरः परिधानादिवस्त्रवर्जितो लोकप्रसिद्धो जैनैकदेशीयो दर्शनविशेषः, चशब्दौ तद्गतावान्तरभेदसूचकौ । तथा
- સંબોધોપનિષદ્ – આ શ્વેતાંબરપણું શ્રીવર્ધમાન સ્વામિના તીર્થનાં શ્રમણની અપેક્ષાએ કહ્યું છે. તેની પૂર્વના તીર્થકરોના શાસનવર્તી શ્રમણો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેમના માટે “શ્વેત વસ્ત્ર જ પહેરવા’ એવો નિયમ નથી. માટે શ્વેતાંબરથી તેમનો વ્યવચ્છેદ ન સમજવો, પણ ઉપલક્ષણથી તેમનું પણ ગ્રહણ સમજી લેવું.
આટલું કહેવા દ્વારા જિન-અજિન-તીર્થ-અતીર્થ આ ગાથામાં કહેલા સિદ્ધોના ૧૫ ભેદોમાંથી સ્વલિંગ સિદ્ધ આ ભેદ બતાવ્યો છે. તેમાં રજોહરણાદિરૂપ સ્વલિંગમાં જેઓ સિદ્ધ થયા છે, તેઓ સ્વલિંગ સિદ્ધ છે.
તથા આશાંબર = દિગંબર. જે પરિધાનાદિમાં ઉપયોગી એવા વસ્ત્રથી રહિત લોકપ્રસિદ્ધ જૈન શાસનના એક ભાગરૂપ દર્શનવિશેષ છે. અહીં મૂળગાથામાં જે “ચ” શબ્દ છે, તે તેના અવાંતર ભેદોના સૂચક છે. તથા બૌદ્ધ = સૌગતના