________________
સોળસપ્તતિઃ ગાથા-૧૧ - સારંભ ગુરુ સ્વપરને ડુબાવે ૮૨ विसुद्धो तेहिं समं मिलति संवसति वा सोवि परिहरणिज्जो ॥ ___ अधिकृतार्थप्रसाधनायैव दृष्टान्तान्तरमाह-"पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होइ । इय गरहिया सुविहिया, मज्झे वसंता कुसीलाणं ॥१॥" पक्कणकुलं-गर्हितकुलं तस्मिन्कुले वसन् सन्, पारं गतवानिति पारगः, शकुन्याः पारगः शकुनीपारगः, असावपि गर्हितो भवति निन्द्यो भवति।
- સંબોધોપનિષદ્ - છે. જે વિશુદ્ધ સાધુ પણ તેમની સાથે મળે કે તેમની સાથે રહે, તેનો ય પરિહાર કરવો જોઇએ.
પ્રસ્તુતમાં જે ઉપનય છે, તે દ્વિતીય વ્યાખ્યામાં ન ઘટે કારણ કે તેમાં તો ચંપકમાળા તરીકે પાર્થસ્થો જ લેવા પડે. અશુચિસ્થાન તરીકે શય્યાતરપિંડ - ઉપભોગ વગેરે દોષો લેવા પડે. માટે દુઃશીલના સંસર્ગથી સુશીલ પણ અપૂજનીય બને, એવું ઉપનયનું તાત્પર્ય ઘટે નહીં.
આ જ અર્થની સિદ્ધિ માટે બીજું દૃષ્ટાંત આપે છે – જે ગહિત કુળમાં વસે છે, તેવો શકુની-પારગામી પણ ગહિત બને છે. આ જ રીતે કુશીલોની વચ્ચે વસતા સુવિહિતો ગર્પિત છે. (ગુરુતત્ત્વવિનશ્ચય ૧-૧૧૨, ૩-૧૨૭, સંબોધ પ્રકરણ ૩૫૮) પક્કણકુલ = ગહિતકુળ. તેવા કુળમાં રહેનાર શકુનીનો પારગામી પણ ગહિત = નિંદનીય થાય છે. શકુની = ૧૪ વિદ્યાસ્થાનો. જે આ મુજબ છે – અંગો, ચાર વેદો, મીમાંસા,