________________
૨૩૨ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ બ્લોથપ્તતિ: भारोद्वहनाद्यकामकष्टसहने यः कर्मक्षयस्तद्रूपा ज्ञातव्या, एवंविधा निर्जराभावना ९ । चतुर्दशरज्ज्वात्मकलोकस्य कटिस्थापितकरतिर्यक्प्रसारितपादपुरुषाकारस्य धर्मास्तिकायादिषद्रव्यैः परिपूर्णस्य चिन्तनं लोकस्वभावभावना १० । अनन्तकालदुर्लभमनुष्यभावादिसामग्रीयोगेऽपि दुष्प्रापं प्रायो बोधिबीजं जीवानामित्यादिचिन्तनं बोधिदुर्लभभावना ११ । अथ धर्मकथकोऽर्हन्निति द्वादशी भावना- "अर्हन्तः केवलालोकालोकितालोकलोककाः। यथार्थं धर्ममाख्यातुं, पटिष्ठाः न पुनः परे ॥१॥ वीतरागा हि
– સંબોધોપનિષદ્ – ભાર ઉપાડવો વગેરે અનિચ્છાએ કષ્ટ સહન કરવાથી જે કર્મક્ષય થાય છે તે. આવા પ્રકારની નિર્જરાભાવના છે.
(૧૦) કોઈ પુરુષે પોતાના હાથ કમર પર રાખ્યા હોય અને બંને પગને પહોળા કર્યા હોય, એવા આકારનો ચૌદ રાજલોક છે. જે ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યોથી પરિપૂર્ણ છે. તેમનું ચિંતન એ લોકસ્વભાવભાવના છે.
(૧૧) અનંત કાળે ય દુર્લભ એવું મનુષ્યપણું વગેરે સામગ્રીનો યોગ થાય, તો પણ જીવોને બોધિબીજ પ્રાય: દુષ્પાય છે, ઇત્યાદિ ચિંતન બોધિદુર્લભભાવના છે.
(૧૨) હવે અરિહંત ધર્મ કહેનારા છે, એ બારમી ભાવના થોડા વિસ્તારથી કહેવાય છે – જેમણે કેવળજ્ઞાનના પ્રકાશથી લોકાલોકને જોયા છે, તેવા અરિહંતો જ યથાર્થ ધર્મ કહેવા