________________
લખ્યોથસપ્તતિ ગાથા-૩૮-૩૯ - અસદ્ ગચ્છ પરિહાર ર૦૧ गम्यम्, नैव क्रेतव्यमिति, आदिग्रहणात् पचनपाचनादिसङ्ग्रहः। 'हे गुणसागर !' क्षान्त्यादिगुणसमुद्र ! गुणवत एव शिष्यस्योपदेशार्हत्वात् । तं गच्छं मोक्षार्थी साधुः श्राद्धो वा 'विषं' कालकूटमिव 'दूरम्' इति दूरतः ‘परिहरेत्' परित्यजेत्। यथा विषं भक्षणात्प्राणान् परित्याजयत्यतो दूरतस्त्यज्यते, तथाऽयं भ्रष्टाचारसाधुसमुदायरूपो गच्छोऽपि संयमजीवितव्यपरोपणात्परिहार्य एव । असत्सङ्गतिश्च दोषानेव जनयतीत्यतस्तत्परिहार एव श्रेयानिति ॥३८॥ जत्थ य अज्जालद्धं, पडिगहमाईय विविहमुवगरणं।
– સંબોધોપનિષદ્ – રાંધવું – રંધાવવું વગેરે સમજવું. હે ગુણસાગર ! - હે ક્ષમા વગેરે ગુણોથી રત્નાકર સમાન ! આવું સંબોધન એટલા માટે કર્યું છે કે, ગુણવાન શિષ્ય જ ઉપદેશયોગ્ય છે. તે ગચ્છનો મોક્ષાર્થી સાધુ કે શ્રાવક વિષની જેમ દૂરથી પરિત્યાગ કરે.
જેમ વિષ ખાવાથી તે પ્રાણોનો પરિત્યાગ કરાવે છે, માટે તેનો દૂરથી ત્યાગ કરાય છે, તેમ ભ્રષ્ટાચાર સાધુ-સમુદાયરૂપ ગચ્છ પણ સંયમજીવિતનું વ્યપરોપણ કરતો હોવાથી ત્યાગ કરવા યોગ્ય જ છે. કુસંગ દોષોને જ જન્મ આપે છે, માટે તેનો પરિહાર જ શ્રેયસ્કર છે. [૩૮.
હે ગૌતમ! જ્યાં સાધ્વીએ મેળવેલ પાત્રા વગેરે ઉપકરણ સાધુઓ વડે વપરાય છે, તે કેવો ગચ્છ છે? ૩૯