________________
२२० ગાથા-૪૩ - કુસંગત્યાગ सम्बोधसप्ततिः सुतो दिवाकरोऽभूत्, परमत्यन्तव्यसनी । सुतोऽपि गुणवान् યુp:, યતઃ–“વર શર્મશ્રાવો વરકૃતષ નૈવામિન, વરં નાતઃ प्रेतो वरमपि च कन्यैव जनिता । वरं वन्ध्या भार्या वरमगृहवासे प्रयतितं, न चाविद्वान् रूपद्रविणबलयुक्तोऽपि तनयः ॥१॥" ततो म्रियमाणेन पित्रा 'वत्स ! सुसङ्गं न तु कुसङ्ग क्रियाः' इत्युक्तः । यत:-"जो जारिसेण मित्तिं, करेइ अचिरेण तारिसो होइ । कुसुमेहि सह वसंता, तिलावि तग्गंधिया हुंति ॥१॥"
- સંબોધોપનિષદ્ - નામના રાજા હતાં. તેને ચતુર્ભુજ નામનો પુરોહિત હતો. તેનો દીકરો દિવાકર હતો. પણ તે અત્યંત વ્યસની હતો. દિકરો ય ગુણવાન જ ઉચિત છે. કારણ કે કહ્યું છે કે – ગર્ભ ગળી જાય એ હજી કદાચ સારું, ઋતુકાળમાં અભિગમન ન જ કરવું એ સારું, પુત્ર જન્મીને મરી જાય એ હજી કદાચ સારું, અરે, કન્યાનો જ જન્મ થાય એ પણ કદાચ સારું, પત્ની વંધ્યા હોય એ કદાચ સારું, ઘર-સંસાર માંડવો જ નહીં એ ય સારું, પણ પુત્ર રૂપ-ધન-બળથી યુક્ત હોવા છતાં પણ વિદ્વાનું ન હોય, તે સારું નથી. તેવા
પછી મરતી વખતે પિતાએ કહ્યું કે “હે પુત્ર! તું સત્સંગ કરજે, કુસંગ નહીં કરતો.” કારણ કે કહ્યું છે કે જે જેવા સાથે મૈત્રી કરે તે શીઘ્રતાથી તેના જેવો થાય છે. પુષ્પો સાથે રહેતા તલો પણ તેના જેવી ગંધવાળા થાય છે. (પંચાશક ૭૩૧, સંબોધ પ્રકરણ ૪૩૯)