________________
सम्बोधसप्ततिः ગાથા-૪૩ - કુસંગત્યાગ ૨૨૨ तेन तथा प्रतिपन्नम् । कियद्भिर्दिनैः स पुरोहितपदाच्च्युतः सन् कस्मिन्नपि ग्रामे जरठक्कुरसेवां कृतवान् । त त्यपिङ्गलेन सह मैत्री करोति । तथा तद्धटदास्या मित्रसेनया च सह स्नेहं बध्नाति । अन्यदा जरठक्कुरेण जयपुरेशविचारधवलसेवां विधायास्मवृत्ति कामपि विधेहि इत्युक्तो दिवाकरस्तत्र जगाम । ततः स स्ववचनरचनया राजप्रमुखजनान् रञ्जयति । अन्यदा राज्ञा "समानशीलव्यसनेषु सख्यम्" इति तुर्यवृत्तपादं विधाय भणितम्, एतां समस्यां यः पूरयति तस्य वरं ददामि, इति
– સંબોધોપનિષદ્ પુત્રે તે વાત સ્વીકારી લીધી. કેટલાક દિવસો પછી તે પુરોહિત પદથી ભ્રષ્ટ થયો અને તેણે કોઈ ગામના જુના ઠાકુરની સેવા કરી. ત્યાં તે તેના નોકર પિંગલ સાથે મૈત્રી કરે છે. અને તેની ઘટ(૨)દાસી મિત્રસેના સાથે સ્નેહ બાંધે છે. એક વાર તે જુના ઠાકોરે દિવાકરને કહ્યું કે “જયપુરના રાજા વિચારધવળની સેવા કરીને અમારા નિર્વાહનો કાંઈ ઉપાય કર.” દિવાકર ત્યાં ગયો. ત્યાં તે પોતાની વચન રચનાથી રાજા વગેરે લોકોને રંજિત કરે છે. અન્ય કાળે રાજા “સમાનશીલવ્યસનોમાં મૈત્રી હોય છે એવો ચોથો યાદ બનાવીને કહ્યું કે “જે આ સમસ્યાની પૂર્તિ કરે, તેને હું વરદાન આપું.” આ સાંભળીને દિવાકરે તેની પૂર્તિ કરી -